રાહતના સમાચાર/ હાશ… મોંઘવારી ઘટશે, મોદી સરકારના આ નિર્ણથી લોકોને મોટી રાહત!

ભારતે ચણા, કઠોળ અને સફરજન સહિત લગભગ અડધો ડઝન અમેરિકન ઉત્પાદનો પર વધારાની ડ્યુટી હટાવી દીધી છે.

Trending Business

દેશમાં વધી રહેલી મોંઘવારી પર સરકારે વધુ એક રાહત આપી છે. ભારતે ચણા, કઠોળ અને સફરજન સહિત લગભગ અડધો ડઝન અમેરિકન ઉત્પાદનો પર વધારાની ડ્યુટી હટાવી દીધી છે. આ વસ્તુઓ હવે ભારતમાં સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. 2019માં અમુક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનો પર ટેરિફ વધારવાના અમેરિકાના નિર્ણયના જવાબમાં આ ટેરિફ લાદવામાં આવ્યા હતા. સાથે કુલ 28 અમેરિકન ઉત્પાદનો પર ટેરિફ લાદવામાં આવ્યા હતા. આ પગલું અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનની 9-10 સપ્ટેમ્બરે યોજાનારી G-20 સમિટમાં ભાગ લેવા માટે ભારતની મુલાકાત પહેલા લેવામાં આવ્યો છે.

નાણા મંત્રાલયે એક નોટિફિકેશન બહાર પાડ્યું

5 સપ્ટેમ્બરના રોજ એક નોટિફિકેશનમાં નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, ચણા, દાળ, કઠોળ, સફરજન, અખરોટ અને બદામ તાજા અથવા સૂકા સહિત અન્ય ઉત્પાદનો પર વધારાની ડ્યુટી હટાવી દેવામાં આવી છે. આના પર 10થી 20 ટકા અને 7 રૂપિયા પ્રતિ કિલોથી 20 રૂપિયા પ્રતિ કિલો ડ્યૂટી લાદવામાં આવી હતી. જૂનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અમેરિકાની મુલાકાત દરમિયાન, બંને દેશોએ છ ડબ્લ્યુટીઓ (વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન) વિવાદોને સમાપ્ત કરવાનો અને કેટલાક યુએસ ઉત્પાદનો પર પ્રતિશોધાત્મક ટેરિફ દૂર કરવાનો નિર્ણય લીધો હતો.

દેશમાં સસ્તા ભાવે ઉત્પાદનો ઉપલબ્ધ થશે

ચણા, કઠોળ અને સફરજન સહિત લગભગ અડધો ડઝન અમેરિકન ઉત્પાદનો પર વધારાની ડ્યુટી હટાવવાથી હવે આ વસ્તુઓ દેશમાં સસ્તા ભાવે ઉપલબ્ધ થશે. વધુમાં તે ભારત માટે ફાયદાની ડીલ છે કારણ કે, તે અમેરિકાની માર્કેટમાં સ્થાનિક સ્ટીલ અને એલ્યુમિનિયમ ઉત્પાદનોને બજારમાં પ્રવેશ આપશે. અમેરિકા ભારતનું સૌથી મોટું વેપારી ભાગીદાર છે.

આ પણ વાંચો: G20 Summit/ દિલ્હી બન્યું હોટ કેન્દ્ર, તમામની નજર ટકી છે ભારત મંડપમ પર

આ પણ વાંચો: G20 Summit/ G-20માં મહેમાનોનું સ્વાગત કરશે AI હેલો બોક્સ, જાણો શું છે ખાસ

આ પણ વાંચો: G20 Summit/ એરપોર્ટથી સીધા PM મોદીને મળશે જો બાયડન, ડિનર સાથે થઇ શકે છે આ મુદાઓ પર ચર્ચા