Not Set/ ન્યુઝીલેન્ડના આ ઓપનરે બેવડી સદી ફટકારવાની સાથે જ કોહલી-રુટ સહિતના ખેલાડીઓને છોડ્યા પાછળ

વેલિંગ્ટન, વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પ્રથમ ઇનિંગ્સમાં મહેમાન ટીમ દ્વારા બનાવવામાં આવેલા ૨૮૨ રનના સ્કોર બાદ ન્યુઝીલેન્ડની ટીમે ૫૭૮ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. Congratulations, Tom Latham! 👏 He's brought up his maiden Test double century off 412 balls, and has helped […]

Trending Sports

વેલિંગ્ટન,

વેલિંગ્ટનમાં રમાઈ રહેલી ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા વચ્ચેની પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. પ્રથમ ઇનિંગ્સમાં મહેમાન ટીમ દ્વારા બનાવવામાં આવેલા ૨૮૨ રનના સ્કોર બાદ ન્યુઝીલેન્ડની ટીમે ૫૭૮ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો.

જો કે ન્યુઝીલેન્ડની આ ઇનિંગ્સ દરમિયાન ઓપનર બેટ્સમેન ટોમ લથામે શાનદાર બેવડી સદી ફટકારતા ૨૬૪ રન બનાવી આઉટ થયો હતો. પરંતુ આ ઇનિંગ્સ સાથે લથામે એક રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.

લથામે ૨૬૪ રન બનાવવાની સાથે જ વર્ષ ૨૦૧૮માં સૌથી વધુ વ્યક્તિગત રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે અને ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી, જો રૂટ અને કેન વિલિયમસન જેવા બેટ્સમેનોને પાછળ છોડ્યા છે.

ન્યુઝીલેન્ડની ટીમ તરફથી આ છઠ્ઠો સર્વશ્રેષ્ઠ વ્યક્તિગત સ્કોર છે. આ પહેલા બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશફિકુર રહીમે ઝિમ્બાબ્વે સામે ૨૧૯ રન બનાવ્યા હતા.