Vibrant Gujarat 2024/ CM ભુપેન્દ્ર પટેલની વાઇબ્રન્ટના પાર્ટનર રિપબ્લિક તિમોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદિરમાં મુલાકત બેઠક યોજી હતી.

Top Stories Gandhinagar Gujarat
YouTube Thumbnail 2024 01 09T122537.023 CM ભુપેન્દ્ર પટેલની વાઇબ્રન્ટના પાર્ટનર રિપબ્લિક તિમોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪ના પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયેલા ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તા સાથે મહાત્મા મંદિરમાં મુલાકત બેઠક યોજી હતી.

ભારત અને તિમોર લેસ્તે વચ્ચે શરૂઆતથી જ સુદ્રઢ રાજદ્વારી સંબંધો રહ્યા છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ તિમોર લેસ્તેની રાજધાની દિલિમાં ભારતીય દૂતાવાસ સ્થાપવાની તાજેતરમાં જાહેરાત કરી છે તે સંદર્ભમાં આ બેઠક મહત્વપૂર્ણ બની રહી હતી.

CM Vibrancy 1 CM ભુપેન્દ્ર પટેલની વાઇબ્રન્ટના પાર્ટનર રિપબ્લિક તિમોરના રાષ્ટ્રપતિ સાથે મુલાકાત

સીએમ ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-૨૦૨૪માં ડેમોક્રેટીક રિપબ્લિક ઓફ તિમોર લેસ્તેની ભાગીદારીથી ભારત – ગુજરાત – તિમોર લેસ્તેના સંબંધોને નવી ઊંચાઇ મળેશે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી.

ડેમોક્રેટીક રિપબ્લિક તિમોર લેસ્તેના રાષ્ટ્રપતિશ્રી જોઝે રામોઝોર્તાએ પણ ગુજરાત જેવા વિકાસના રોલ મોડેલ રાજ્યની ક્ષમતાઓનો લાભ મેળવવા તેમનું રાષ્ટ્ર ઉત્સુક છે, તેમ જણાવ્યુ હતું. મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યમંત્રીના અગ્ર મુખ્ય સચિવ કે. કૈલાસનાથન સહિતના વરિષ્ઠ અધિકારીઓ આ મુલાકત બેઠકમાં જોડાયા હતાં.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ