arjuna award/ રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મળ્યો અર્જુન એવોર્ડ

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે અજુર્ને એવોર્ડ પ્રાપ્ત થયો. વર્લ્ડકપ-2024માં ધમાલ મચાવનાર બોલર મોહમ્મદ શમી ઉત્તરપ્રદેશનો વતની છે.

Top Stories India
Mantay 31 રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને મળ્યો અર્જુન એવોર્ડ

ભારતના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે અજુર્ને એવોર્ડ પ્રાપ્ત થયો. આજે રાષ્ટ્રપતિ મુર્મૂના હસ્તે રાષ્ટ્રીય ખેલ પુરસ્કારથી ભારતના ખેલાડીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. રાષ્ટ્રપતિ ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં દેશના ટોચના ખેલાડીઓને તેમની રમતમાં નોંધપાત્ર સિદ્ધિ બદલ વિવિધ એવોર્ડ આપી સન્માનિત કરવાની રમત મંત્રાલય દ્વારા જાહેરાત કરવામાં આવી હતી.

વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન
મોહમમ્દ શમીએ વર્લ્ડકપ-2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. ફાસ્ટ બોલર શમી આ વખતના વર્લ્ડકપમાં ભારતના હિરો બન્યા હતા. ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ વર્લ્ડકપમાં સૌથી વધુ વિકેટ 50 ઝડપી રેકોર્ડ નોંધાવ્યો હતો. વર્લ્ડકપમાં ન્યૂઝીલેન્ડ સામે સાત વિકેટ લઈ નવો રેકોર્ડ સર્જયો હતો. વર્લ્ડકપમાં શમીના ઉત્કૃષ્ટ પ્રદર્શનને લઈને બીસીસીઆઈ દ્વારા અર્જુન એવોર્ડ માટે શમીનું નામ મોકલવામાં આવ્યું હતું. અર્જુન એવોર્ડ રમતગમત ક્ષેત્રમાં આપવામાં આવતા પુરસ્કારોમાં શ્રેષ્ઠ પુરસ્કાર માનવામાં આવે છે. ખેલાડીઓને પુરસ્કારની સાથે નિશ્ચિત રકમ પણ આપવામાં આવે છે.

મોહમ્દ શમી ઉત્તરપ્રદેશનો વતની
વર્લ્ડકપ-2024માં ધમાલ મચાવનાર બોલર મોહમ્મદ શમી ઉત્તરપ્રદેશનો વતની છે. તેનો જન્મ સહસપુર અલીનગરમાં થયો હતો. ગામના લોકો માટે મોહમ્મદ શમી ‘સિમ્મી ભાઈ’ છે. શમી ગામમાં બાળપણથી જ પિતા તૌસીફ અલી સાથે ક્રિકેટ રમતો હતો. ગામના લોકોનું કહેવું છે કે મોહમ્મદના પિતા જ આ ગામમાં ક્રિકેટની રમત લાવ્યા હતા. પિતા અન પુત્રને રમતા જોઈ ગામના લોકો અને બાળકો પણ તેમની સાથે જોડાયા. શમી પોતાના મિત્રો સાથે રમે ત્યારે હંમેશા બોલિંગ કરવાનું જ પસંદ કરતો. આ ગામના બાળકો સેનામાં જવાનું પસંદ કરતા હતા ત્યારે શમીએ વિકલ્પ તરીકે ક્રિકેટને પસંદ કર્યો. ગામમાં એક મજૂબત ટીમ બનાવ્યા બાદ આસપાસના ગામો સાથે ક્રિકેટ મેચો યોજાતી. બાદમાં લોકોને વધુ રસ જાગતા ટુર્નામેન્ટનું આયોજન કર્યું. મુરાદાબાદના સોનકપુર સ્ટેડિયમમાં રમતી વખતે કોચ બદરુદીને આ ખેલાડીની વિશેષ નોંધ લેતા જિલ્લા સ્તરે રમવા ભલામણ કરી. મોહમ્મદ શમીના જીવનમાં આ બાબત ટર્નિંગ પોઈન્ટ બની રહી. કોચ બદરુદીનની પ્રેરણાથી શમી કોલકાત્તામાં બોલર તરીકે પદ્ધતિસરની તાલીમ લીધી.

અર્જુન એવોર્ડથી ખેલાડીઓને કરાયા સન્માનિત
રમત મંત્રાલય દ્વારા ખેલ પુરસ્કારનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે રમત પુરસ્કારો અંગે નિર્ણય લેવા 12 સભ્યોની કમિટિ બનાવવામાં આવી હતી. કમિટિની ભલામણો બાદ મંત્રાલય દ્વારા ચકાસણી કર્યા પછી જ વિવિધ રમતના ખેલાડીઓ, કોચ અને સંસ્થાઓને એવોર્ડ માટે પસંદગી કરવામાં આવ્યા છે. રમત મંત્રાલય દ્વારા આપવામાં આવેલ માહિતી મુજબ સાત્વિકસાઈરાજ રન્કી રેડ્ડી અને ચિરાગશેટ્ટીને (બેડમિન્ટન) ખેલ રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. અર્જુન એવોર્ડ માટે મોહમ્મદ શમી (ક્રિકેટ-બોલર), ઓજસ પ્રવીણ દેવતાલે (આર્ચરી), અદિતિ ગોપીચંદ સ્વામી (આર્ચરી), શ્રીશંકર (એથ્લેટિકસ), પારૂલ ચૌધરી (એથ્લેટિક્સ), મોહમ્મદ હુસામુદ્દીન (બોકસર), આર વૈશાલી (ચેસ), અનુશ અગ્રવાલ (ઘોડેસવારી), દિવ્યકૃતિ સિંહ (ઘોડેસવારી ડ્રેસેઝ) દીક્ષા ડાગર (ગોલ્ફ) કૃષ્ણ બહાદુર પાઠક (હોકી), સુશીલા ચાનુ (હોકી), પવન કુમાર (કબડ્ડી), રિતુ નેગી (કબડ્ડી), નસરીન (ખો-ખો), પિંકી (લોન બોલ્સ), એશ્વર્યા પ્રતાપ સિંહ તોમર (શૂટિંગ), ઇશા સિંહ (શૂટિંગ), હરિંદલપાસ સિંહ (સ્કવોશ), અયહિકા મુખર્જી (ટેબલ ટેનિસ), સુનિલ કુમાર (રેસલિંગ), રોશીબીના દેવી (વુશુ), શીતલ દેવી (પેરા આર્ચરી), અજય કુમાર (બ્લાઈનડ ક્રિકેટ), પ્રાચી યાદવ (પેરા કેનોઇંગ) ખેલાડીઓની અર્જુન એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી છે.


આ પણ વાંચોઃ 

આ પણ વાંચોઃ