પંચમહાલ/ ₹ ૧૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

પંચમહાલના સંતરોડ ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરી ₹ ૧૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી. 

Top Stories Gujarat Others
jatoli shiv mandir 3 ₹ ૧૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમો ઝડપાયા

@મોહસીન દાલ, પંચમહાલ 

ગુજરાતમાં દારૂ મળવો એક સામાન્સંય બાબત બની ગઈ છે. રોજ લાખો રૂપિયાનો દારૂ ઠેક ઠેકાણે થી ઝડપાતો હોય છે. અને  સરકારની દારૂબંધીના લીરેલારા ઉડાવતું હોય છે. પંચમહાલના સંતરોડ ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરી ₹ ૧૮ લાખના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોની ધરપકડ કરી હતી.

ગોધરા એલ.સી.બી.પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે સંતરોડ ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરીને એક એલ.પી.ટ્રકમાં ભરેલ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો ₹ ૧૮,૩૭,૮૦૦/-ના જથ્થા સહિત ₹ ૨૬ લાખનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ૬ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એકટ મુજબ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એકટ હેઠળ ગુન્હો દાખલ કરી બાકી રહેલા આરોપીઓને ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

પોલીસ વર્તુળ દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગોધરા એલ.સી.બી. પી.આઈ.ડી.એન.ચુડાસમાને બાતમીદારો દ્વારા ચોક્કસ બાતમી મળી હતી કે એક એલ.પી.ટ્રક નંબર જી.જે.૦૩.એ.ટી.૧૩૮૬ની પાછળની બોડીમાં ઉપર અને પાછળના ભાગે ઈંટો મૂકી તેની અંદરના ભાગે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરીને દાહોદ તરફથી ગોધરા બાજુ આવવા નીકળેલ છે. આ બાતમીના આધારે એલ.સી.બી. પી.આઈ.અને તેમની ટીમ દ્વારા સંતરોડ ચેક પોસ્ટ ઉપર નાકાબંધી કરીને એલ.પી.ટ્રકમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જુદી જુદી બ્રાન્ડનો ૪૩૮ પેટી જેની કિંમત ₹ ૧૮,૩૮,૭૦૦/- ,મોબાઈલ નંગ ૨ કિંમત ₹ ૬૦૦૦/- તેમજ અન્ય મુદ્દા માલ સાથે કુલ ₹ ૨૬,૭૫,૩૦૦/- કબ્જે લઈ કુલ ૬ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એકટ મુજબનો ગુન્હો નોંધી બે ઈસમોની ધરપકડ કરી હતી અને અન્ય ચાર ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જિલ્લા એલ.સી.બી. પોલીસે મોટી માત્રામાં દારૂ ઝડપી પાડતા દારૂનો ધંધો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો.

dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …

નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ
દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો