દુનિયાભરમાં અસંખ્ય આદિવાસીઓ જોવા મળે છે અને લગભગ દરેક જાતિની જીવન પદ્ધતિ, પરંપરાઓ અને રિવાજોની રીત અલગ હોય છે.
કેટલીક જાતિઓની પરંપરાઓ અત્યંત આઘાતજનક છે. આવી જ એક જાતિ છે “ખાસી જનજાતિ”. આ જનજાતિ મુખ્યત્વે ભારતના મેઘાલયમાં રહે છે. આ આદિજાતિ એ અમુક આદિજાતિઓમાંની એક છે જ્યાં પુરુષો કરતાં સ્ત્રીઓ મુખ્ય છે. હા, આ સમાજમાં માતાના નામે સંપત્તિ રહે છે. આ પછી, પુત્રીને ટ્રાન્સફર કરવામાં આવે છે.
આ જનજાતિમાં મહિલાઓનું વર્ચસ્વ છે. તે ઘણા પુરુષો સાથે લગ્ન કરી શકે છે. એટલું જ નહીં, પુરુષોએ તેમના સાસરામાં પણ રહેવું પડે છે. જો કે, તાજેતરનાં વર્ષોમાં અહીં ઘણા માણસોએ આ પ્રથામાં પરિવર્તનની માંગ કરી છે. તેઓ કહે છે કે તેઓ મહિલાઓને નિમ્ન સ્તર પર લઇ જવા નથી માંગતા . પરંતુ પોતાનો સમાનતા નો હક્ક માંગે છે.
આ જનજાતિમાં, કુટુંબના તમામ નિર્ણયો લેવામાં પણ મહિલાઓનું વર્ચસ્વ છે. આ સમુદાયમાં, પુત્રીના જન્મ પર ખૂબ ઉજવણી થાય છે, જ્યારે પુત્રના જન્મમાં ખૂબ આનંદ હોતો નથી.
આ ઉપરાંત અહીંના બજારો અને દુકાનમાં પણ મહિલાઓ કામ કરે છે. બાળકની અટક પણ માતાના નામ પર રાખવામાં આવે છે.
ખાસી સમુદાયમાં, સૌથી નાની પુત્રીને વારસોનો સૌથી વધુ હિસ્સો મળે છે. આ કારણોસર, તેણે માતાપિતા, અપરિણીત ભાઈ-બહેન અને સંપત્તિની પણ સંભાળ લેવી પડશે. નાની દીકરીને ખટ્ટુહ કહે છે. તેનું ઘર દરેક સબંધી માટે ખુલ્લું છે.
આ સમુદાયની છોકરીઓ બાળપણમાં પશુના અંગો સાથે રમે છે અને ઝવેરાત તરીકે પણ તેનો ઉપયોગ કરે છે.
dharma / જટોલી શિવ મંદિર – પથ્થર ઉપર થાપટ મારતા સંભળાય છે ડમરું જેવો …
નારીશક્તિ / પૌત્ર રમાડવાની ઢળતી ઉંમરે અગરબત્તી વેચી ગુજરાન ચલાવે છે સ્વા…
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…