ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક સમયથી શહેરો અને મહત્વના સ્થાનોના નામ બદલવામાં આવ્યા છે. યોગી આદિત્યનાથ યુપીના મુખ્યમંત્રી બન્યા બાદ વધુને વધુ જગ્યાઓ અને શહેરોના નામ બદલાઈ રહ્યા છે. ઉત્તરપ્રદેશમાં હિન્દુ સંગઠનોની માંગને પગલે કોર્પોરેશનની બોર્ડ મીટીંગમાં કેટલાક શહેરના નામ બદલવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં આ નામ બદલવાની યાદીમાં દિલ્હીને અડીને આવેલા ગાઝિયાબાદની પણ ચર્ચા છે. ગાઝિયાબાદના નવા નામકરણ માટે બે નામો પ્રસ્તાવિત કરવામાં આવ્યા હતા, એક નામ છે ‘ગજનગર’ અને બીજું ‘હરનંદી નગર’.
કેમ બદલાઈ રહ્યા છે સ્થાનોના નામ
નામ બદલવાની પ્રક્રિયા થોડા વર્ષોથી નથી શરૂ થઈ પરંતુ મુઘલકાળથી શરૂ થઈ હોવાનું કહેવાય છે. મુઘલ શાસકો સત્તા પર આવતા નામ બદલતા હતા. જેમકે, અગાઉ બનારસનું નામ પણ થોડા સમય માટે મોહમ્મદાબાદ કરવામાં આવ્યુ હતું. ભારતમાં 704 સ્થળોના નામ 6 મુઘલ શાસકોના નામ પર છે. આ મુઘલોમાં બાબર, હુમાયુ, અકબર, જહાંગીર, શાહજહાં અને ઔરંગઝેબનો સમાવેશ થાય છે. એક સંશોધનમાં સામે આવ્યું છે કે દેશના 251 ગામોના નામ અકબરના નામ પર છે જ્યારે 177 ઔરંગઝેબના, 141 જહાંગીરના, 63 શાહજહાંના, 61 બાબરના અને 11 સ્થાનોના નામ હુમાયુના નામ પર છે. મુઘલ શાસન બાદ અંગ્રેજોના તેમના શાસન દરમ્યાન ઘણા શહેરોના નામ બદલવામાં આવ્યા હતા. આ ઉપરાંત, સતારાનું નામ અઝમતારા, મૈસૂરનું નામ નઝરાબાદ, મેંગ્લોરનું નામ જલાલાબાદ, મદિકેરીનું નામ જાફરાબાદ કર્યાનું ઉલ્લેખવામાં આવ્યું છે. મુઘલ શાસકો અને અંગ્રેજોએ ભારતીય સ્થાનોના મૂળ નામ બદલતા હવે આ સ્થાનોના ફરી નામ બદલવામાં આવી રહ્યા છે.
ગાઝિયાબાદનું નામ બદલવાનો પ્રસ્તાવ
1947માં ભારતે આઝાદી મેળવ્યા બાત અનેક શહેરો અને સ્થાનોના નામ બદલવાની પ્રક્રિયા શરૂ કરી છે. જે આજે પણ ચાલુ છે. સોમવારે ગાઝિયાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેઠકમાં ભાજપના કાઉન્સિલરે જિલ્લાનું નામ બદલવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સમય દરમિયાન, અન્ય લોકોમાંથી સર્વસંમતિ ઉભરાતી દેખાઈ. શહેરના મેયર સુનિતા દયાલે જણાવ્યું હતું કે નામ બદલવાની દરખાસ્ત છેલ્લા કેટલાક સમયથી આવી રહી હતી. પરંતુ આ પહેલીવાર હશે જ્યારે આ અંગે વહીવટી સ્તરે ચર્ચા કરવામાં આવશે. ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા 12 શહેરોના નામ બદલવાની તૈયારી કરવામાં આવી રહી છે. આ શહેરોમાં અલીગઢ, ફરુખાબાદ, સુલતાનપુર, બદાઉન, ફિરોઝાબાદ જેવા જિલ્લાઓ પણ સામેલ છે.
નામ બદલવાનો સિલસિલો શરૂ
ભાજપે કેન્દ્રની સત્તા સંભાળતા નામ બદલવાની સિલસિલો શરૂ થયો. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમના છેલ્લા કાર્યકાળમાં પણ ઘણા શહેરોના નામ બદલી નાખ્યા હતા. કેન્દ્ર સરકાર અને યુપી સરકારે ઘણા નામો બદલ્યા છે. જેમાં રેલ્વે સ્ટેશનથી લઈને શહેરો અને એવોર્ડ્સ પણ સામેલ છે. ગુજરાતમાં પણ નામ બદલીકરણની અસર જોવા મળી હતી. જેમાં જામનગરનું નામ ઈસ્લામનગર અને અમદાવાદ શહેરનું નામ પહેલા કર્ણાવતી હતું. પરંતુ અહમદશાહના શાસન બાદ અહમદાબાદ અને ત્યારપછી અમદાવાદ નામ પડ્યું.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
