bhuvneshwar/ પતિ મોતને ભેટતા પત્નીએ કરી આત્મહત્યા, ચાર દિવસ બાદ યુવક જીવતો હોવાનો દાવો

જ્યોતિરંજનની પત્ની અરેપિતા મુખી મૃતદેહ બળી ગયો હોવાથી પતિને ઓળખી ન શકી. મને એમ લાગ્યું કે તે જીવતા છે. મારે મારા પતિ પરત જોઈએ છે.

India
યુવક

@નિકુંજ પટેલ

ભુવનેશ્વરમાં હાઈ-ટેક મેડિકલ કોલેજ એન્ડ હોસ્પિટલમાં દાખલ એક યુવકના મોત બાદ તેની પત્નીએ આપઘાત કરી લીધો હતો. બનાવના ચાર દિવસ બાદ યુવક પોતે જીવતો હોવાનો દાવો કરી રહ્યો છે.

આ બનાવને પગલે પરિવાર અને હોસ્પિટલ મેનેજમેન્ટમાં અસમંજસની સ્થિતી બની છે. યુવકના પરિવારજનોનો આરોપ છે કે હોસ્પિટલે તેમના દિકરાના મોતની ખોટી માહિતી આપી હતી. બીજીતરફ ડોક્ટરોનું કહેવું છે કે પરિવારે જાતે મૃતદેહની ઓળખવિધી કરી હતી.

23 ડિસેમ્બર 2023નાં રોજ ગેસ ભરતી વખતે એસીમાં વિસ્ફોટ થતા રિપેરીંગ એજન્સીમાં કામ કરતા ચાર જણા ઘાયલ થયા હતા. તમામ ઘાયલ આ હોસ્પિટલમાં દાખલ હતા. જેમાં ત્રણ જણાની ઓળખ દિલીપ સામંત્રે, જ્યોતિરંજન મલિક અને સીમાંચલ તરીકે થઈ હતી. 30 ડિસેમ્બરે હોસ્પિટલ દ્વારા દિલીપ (34)ને મૃત ઘોષિત કર્યો હતો. તેનો મૃતદેહ બળી ગયો હતો. 31 ડિસેમ્બરે તેના પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો હતો. બાદમાં તેના અંતિમ સંસ્કાર કરી દેવાયા હતા. દિલીપના મોતના શોકને પગલે તેની પત્ની સોના(24)એ આત્મહત્યા કરી લીધી હતી

બીજીતરફ આઈસીયુમાં દાખલ શખ્સ જ્યોતિરંજન છે એમ માનવામાં આવતું હતું. પરંતુ 4 જાન્યુઆરીએ યુવક જ્યારે હોશમાં આવ્યો તો તેણે પોતાની ઓળખ દિલીપ કરીકેની આપી હતી. જોકે જ્યોતિરંજનના પિતાએ દાવો કર્યો હતો કે તે તેમનો દિકરો છે. જ્યોતિરંજનના પિતા છેલ્લા છ મહિનાથી હોસ્પિટલમાં તેમના દિકરાની દેખરેખ રાખતા હતા. હવે જ્યારે યુવક પોતાને દિલીપ તરીકે ઓળખાવે છે ત્યારે જ્યોતિરંજનનો પરિવાર એ વાતથી દુખી છે કે પોતાના દિકરાના અંતિમસંસ્કાર કરવાનો મોકો પણ ના મળ્યો.

જ્યોતિરંજનની પત્ની અરેપિતા મુખી મૃતદેહ બળી ગયો હોવાથી પતિને ઓળખી ન શકી. મને એમ લાગ્યું કે તે જીવતા છે. મારે મારા પતિ પરત જોઈએ છે.

બીજીતરફ હોસ્પિટલ સત્તાવાળાઓએપોતાની ઉપર લાગેલા લાપરવાહીના આરોપોને નકારી કાઢ્યા છે. હોપિટલની સીઈઓ સ્મિતા ફાઢીએ કહ્યું હતું કે અમારાથી ભુલ થઈ નથી. તમામ ઘાયલોના પરિવારજનો અને કંપનીના કોન્ટ્રાક્ટરે ઘાયલોની ઓળક કરી હતી. ત્યારબાદ પોલીસે મૃતદેહ દિલીપના પરિવારને સોંપ્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો: