Aarvind Kejriwal/ આપના ફરી પગરણ, લોકસભા ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે

આપ પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતની મુલાકાતે. આગામી સમયમાં તેમની મુલાકાતોમાં ઉત્તરોત્તર વધારો થતા લોકસભા ચૂંટણીને લઈને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે.

Top Stories India
Mantay 20 આપના ફરી પગરણ, લોકસભા ચૂંટણીને લઈને અરવિંદ કેજરીવાલ બે દિવસની ગુજરાતની મુલાકાતે

લોકસભા ચૂંટણીને લઈને તમામ પાર્ટીઓ તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સાથે આપનો સફાયો થયા બાદ આપ પાર્ટીએ ફરી ગુજરાતમાં પગ પેસારો કરવાની તૈયારીઓ શરૂ કરી છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણીની તૈયારીઓને વેગ આપવા AAPના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બે દિવસની મુલાકાતે આવશે. આ ઉપરાંત લોકસભા ચૂંટણીને લઈને આગામી સમયમાં તેમની ગુજરાત મુલાકાતોમાં વધારો થશે.

ગુજરાત મુલાકાત દરમ્યાન અરવિંદ કેજરીવાલ વિશાળ જનસાભને સંબોધન કરશે. બે દિવસની ગુજરાત મુલાકાતમાં કેજરીવાલ પ્રથમ વડોદરા અને ત્યારબાદ ભરૂચ જિલ્લાના નેત્રંગમાં સભા કરી દિલ્હી પરત ફરશે. કેજરીવાલ 7 જાન્યુઆરી અને 8 જાન્યુઆરી એમ બે દિવસ ગુજરાતની મુલાકાત પર જનસભાને સંબોધન કરશે. આ માહિતી આપતા પાર્ટીના નેતા સંદીપ પાઠકે ગુજરાતમાં ભાજપના વિજયી રથમાં ગાબડા પાડવાનો દાવો કર્યો હતો. સાથે તેમણે ભરૂચથી પક્ષના નેતા ચૈત્ર વસાવાની એન્ટ્રીના સંકેત પણ આપ્યા હતા. ગુજરાતમાં છેલ્લે કેજરીવાલે 2022માં યોજાયેલી વિધાનસભા ચૂંટણીનો છેલ્લો કાર્યક્રમ કર્યો હતો.

અગાઉ એવું કહેવામાં આવ્યું હતું કે કેજરીવાલ ત્રણ દિવસ માટે ગુજરાત આવશે. જો કે પાર્ટી તરફથી સત્તાવાર સામે આવેલ માહિતી મુજબ અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત પહોંચશે અને પછી 8 જાન્યુઆરીએ દિલ્હી પરત ફરશે. 7 જાન્યુઆરીએ નેત્રંગમાં રેલી યોજાયા બાદ તેઓ 7મી જાન્યુઆરીએ બપોરે વડોદરામાં પહોંચશે. જ્યાં સાંજે લોકસભા મતવિસ્તારના નેતાઓ સાથે ચૂંટણી સમીક્ષા બેઠક કરશે.

આમ આદમી પાર્ટીના રાજ્ય સંગઠન મહામંત્રી મનોજભાઈ સોરઠીયાના જણાવ્યા મુજબ અરવિંદ કેજરીવાલ આદિવાસી નેતા ચૈતરભાઈ વસાવાના સમર્થનમાં જાહેર સભા કરશે. આ રેલીમાં પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હાજર રહેશે. બંને નેતાઓ 8 જાન્યુઆરીએ સવારે રાજપીપળા જશે. અહીં તેઓ પક્ષના ધારાસભ્ય દળના નેતા ચૈત્ર વસાવા સાથે મુલાકાત કરવા જેલમાં જશે. નોંધનીય છે કે ચૈત્રા વસાવા વનકર્મીઓને ધમકાવવા અને ગોળીબાર કરવાના કેસમાં જેલમાં છે.

આપ પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલની ગુજરાત મુલાકાતને લઈને રાજકારણ ગરમાયું છે. આગામી સમયમાં તેમની મુલાકાતોમાં ઉત્તરોત્તર વધારો થતા લોકસભા ચૂંટણીમાં ભાજપને જોરદાર લડતા આપતા શાનદાર પ્રદર્શનનો દાવો કરવામાં આવી રહ્યો છે.