Not Set/ ગાજા સાયક્લોન તમિલનાડુમાં મચાવી શકે છે પ્રકોપ, શાળા કોલેજ બંધ, નૌસેના તૈનાત

ગાજા સાયક્લોનને લઈને તમિલનાડુમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગાજા વાવાઝોડાનાં પ્રકોપને જોઇને બુધવારે રાતથી જ ભારતીય નૌસેનાએ એલર્ટ જાહેર કરી દીધું હતું. આ ગાજા સાયક્લોન આજે કુડ્ડુલૂર અને પમ્બાન વચ્ચે આવી શકે છે જેને કારણે તમિલનાડુમાં ભારે વરસાદની આશંકા છે. Tamil Nadu: Latest visuals from Silver Beach in Cuddalore. #GajaCyclone is likely to […]

Top Stories India
cyclone gaja 759 ગાજા સાયક્લોન તમિલનાડુમાં મચાવી શકે છે પ્રકોપ, શાળા કોલેજ બંધ, નૌસેના તૈનાત

ગાજા સાયક્લોનને લઈને તમિલનાડુમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. ગાજા વાવાઝોડાનાં પ્રકોપને જોઇને બુધવારે રાતથી જ ભારતીય નૌસેનાએ એલર્ટ જાહેર કરી દીધું હતું. આ ગાજા સાયક્લોન આજે કુડ્ડુલૂર અને પમ્બાન વચ્ચે આવી શકે છે જેને કારણે તમિલનાડુમાં ભારે વરસાદની આશંકા છે.

મોસમ વિભાગે જણાવ્યું છે કે આ સાયક્લોન ગુરુવારે સાંજે અથવા રાત્રે કુડ્ડુલૂર અને પમ્બાન વચ્ચેનાં તટ વિસ્તારને પાર કરી શકે છે. આ દરમ્યાન હવા 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફુંકાય શકે છે.

આ સાયક્લોનને ધ્યાનમાં રાખીને તમિલનાડુ સરકારે પહેલેથી જ ૩0,500 સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરી દીધા છે. જયારે તીરુવરૂર, રામનાથપુરમ, તંજોર વગેરેનાં કલેકટરોએ ગુરુવારે શાળા અને કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે.

આ ઉપરાંત સરકારે મોબાઈલ ઓપરેટર્સને ‘સેલ ઓન વ્હીલ્સ’ ફેરવવા માટે કહ્યું છે જેથી સાયક્લોન ગાજાથી અસરગ્રસ્ત વિસ્તારમાં ડીસ્ટર્બ થયા વગરનું મોબાઈલ કનેક્શન પૂરું પાડી શકાય. ઓઈલ માર્કેટિંગ કંપનીઓ સાથે પણ સરકારે વાત કરી રાખી છે પુરતો ઓઈલનો સ્ટોક રાખવા માટે.

ભારતીય નૌસેનાનાં બે જહાજ સાથે લોકોની સહાય અને રેસ્ક્યુ માટે તૈનાત કરી દેવામાં આવ્યાં છે.