Not Set/ મહારાષ્ટ્રમાં બનશે કોની સરકાર, હજી નથી મળી રહ્યો કોઇ જવાબ, જાણો શું કહે છે ભાજપ

મહારાષ્ટ્રમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી ન મળવાના કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે. બીજી તરફ રાજકીય પક્ષો રાજ્યમાં આગામી સરકાર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ત્રણેય રાજ્યમાં આગામી સરકાર બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન શુક્રવારે બીજેપીએ ફરી એકવાર રાજ્યમાં ફડણવીસનાં નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જણાવી દઇએ કે […]

Top Stories India
in maharashtra who became a cm મહારાષ્ટ્રમાં બનશે કોની સરકાર, હજી નથી મળી રહ્યો કોઇ જવાબ, જાણો શું કહે છે ભાજપ

મહારાષ્ટ્રમાં તાજેતરની વિધાનસભા ચૂંટણીમાં કોઈ પક્ષને બહુમતી ન મળવાના કારણે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન છે. બીજી તરફ રાજકીય પક્ષો રાજ્યમાં આગામી સરકાર રચવાનો પ્રયાસ કરી રહ્યા છે. કોંગ્રેસ, એનસીપી અને શિવસેના ત્રણેય રાજ્યમાં આગામી સરકાર બનાવવાની તૈયારીઓ કરી રહ્યા છે. દરમિયાન શુક્રવારે બીજેપીએ ફરી એકવાર રાજ્યમાં ફડણવીસનાં નેતૃત્વમાં સરકાર બનાવવાનો દાવો કર્યો છે. જણાવી દઇએ કે ભાજપ અને શિવસેનાનું ગઠબંધન તૂટ્યા પછી ભાજપે સરકાર બનાવવા અંગે અસંમતિ દર્શાવી હતી.

ભાજપનાં પ્રદેશ અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે વધુમાં કહ્યું કે, અમારી પાસે સૌથી વધુ સંખ્યા છે. દેવેન્દ્ર ફડણવીસે પાર્ટી નેતાઓને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે 119 ધારાસભ્યોની સાથે રાજ્યમાં ભાજપ સરકાર બનાવીશે. અમે રાજ્યને સ્થિર સરકાર આપવા માટે પ્રતિબદ્ધ છીએ. ભાજપ વિના મહારાષ્ટ્રમાં કોઈ સરકાર નહીં હોઈ શકે. બીજી તરફ, શિવસેના સાથે એનસીપી-કોંગ્રેસની વાતચીત હવે છેલ્લા તબક્કામાં છે, તેમનો કોમન મિનિમમ પ્રોગ્રામ પણ તૈયાર કરવામાં આવ્યો છે.

એવું માનવામાં આવે છે કે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે આ સોદો ફાઇનલ થઈ ગયો છે. રાજકીય પક્ષોએ સંકેત આપ્યા છે કે શિવસેના પાંચ વર્ષ સુધી મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી રહેશે. અગાઉ એનસીપીનાં પ્રમુખ શરદ પવારે પણ પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની ટિપ્પણીની ટીકા કરી હતી. ફડણવીસે કહ્યું હતું કે, શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર છ મહિનાથી વધુ ચાલશે નહીં. પવારે ચૂટકી લેતા કહ્યું, હું ઘણા વર્ષોથી દેવેન્દ્રજીને ઓળખું છું. પરંતુ મને ખબર નહોતી કે તેઓ જ્યોતિષ શાસ્ત્રનાં વિદ્યાર્થી છે. ફડણવીસની હુ ફરી એકવાર આવીશ તેના પર પણ પવારે ચૂટકી લીધી હતી.

એનસીપીનાં પ્રમુખ શરદ પવારે કહ્યું કે શિવસેના-એનસીપી-કોંગ્રેસની સરકાર બનશે અને તે પાંચ વર્ષની મુદત પૂર્ણ પણ કરશે. પવારે મહારાષ્ટ્રમાં મધ્ય-ગાળાની ચૂંટણીની શક્યતાને નકારી કાઠી હતી. આપને જણાવી દઇએ કે આ સમયે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અમલમાં છે. તેમણે કહ્યું કે ત્રણેય પક્ષો સ્થિર સરકાર બનાવવા માંગે છે જે વિકાસલક્ષી હશે. પવારે કહ્યું કે મધ્ય-ગાળાની ચૂંટણીની કોઈ સંભાવના નથી. આ સરકાર બનશે અને પાંચ વર્ષ પણ પૂર્ણ કરશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.