નારણપુરા રોડકપાત/ સ્થાનિકોના ભારે વિરોધના લીધે AMCનું ડિમોલિશન મોકૂફ

નારણપુરામાં પણ મંદિરથી ક્રોસિંગ સુધીનો રસ્તો પહોળો કરવા માટે કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ સ્થાનિકોનો આક્રોશ જોઈને હાલમાં ડિમોલિશનની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે

Top Stories Ahmedabad
Naranpura સ્થાનિકોના ભારે વિરોધના લીધે AMCનું ડિમોલિશન મોકૂફ

અમદાવાદ શહેરમાં અનેક સ્થળોએ Naranpura Roadkapat રોડ પહોળા કરવાની કામગીરી ચાલી રહી છે. તેના જ ભાગરુપે નારણપુરામાં પણ મંદિરથી ક્રોસિંગ સુધીનો રસ્તો પહોળો કરવા માટે કોર્પોરેશન દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. પણ સ્થાનિકોનો આક્રોશ જોઈને હાલમાં ડિમોલિશનની કાર્યવાહી મોકૂફ રાખવામાં આવી છે, જેના પગલે કોર્પોરેશને માંગેલો પોલીસ બંદોબસ્ત પણ પાછો ખેંચવામાં આવ્યો હતો.

જો કે આ મુદ્દે સ્થાનિકો જરા પણ નમતુ જોખવા માટે તૈયાર નથી. Naranpura Roadkapat તેઓની માંગ છે કે આજના દિવસ માટે જ નહી આ કાર્યવાહી આગળ પણ મોકૂફ રહેવું જોઈએ. અમારે ફક્ત આજના દિવસ પૂરતી જ જીત જોઈતી નથી કાયમ માટેનું આશ્વાસન જોઈએ છે.રોડ પહોળો કરવા માટે કપાતને લઈને સ્થાનિકોમાં ઉગ્ર રોષ ફાટી નીકળ્યો છે. ભાજપનો ગઢ ગણાતા નારણપુરા વિસ્તારમાં આના પગલે ઠેર-ઠેર ભાજપ વિરોધી બેનર લગાવવામાં આવ્યા છે.

આ અંગે સ્થાનિક લોકોનું કહેવું છે કે અમે અગાઉ રોડ કપાત બાબતે Naranpura Roadkapat ભાજપના સ્થાનિક કોર્પોરેટરો અને વિધાનસભ્યને રજૂઆત કરી ચૂક્યા છીએ. ચૂંટણી પહેલા તેઓએ અમને વચન આપ્યું હતું કે આ રોડ કપાતનું અમલીકરણનહી થાય. જો નારણપુરા ક્રોસિંગથી વાડજ તરફથનો રોડ પહોળો થશે તો જ આ રોડમાં કપાત કરવામાં આવશે. હવે ચૂંટણી પૂરી થયા પછી તેઓએ રીતસરનો વચનભંગ કર્યો છે અને ડિમોલિશનની કામગીરી શરૂ કરી છે. પણ નારણપુરાના તમામ સ્થાનિકો તેનો વિરોધ કરશે અને દેખાવો કરશે

આ મુદ્દે નારણપુરાના વિધાનસભ્ય જીતુ ભગત મીડિયાથી મોં બચાવતા જોવા મળ્યા હતા. જો કે છેવટે તેમણે આ બાબતે વાત તો કરી પરંતુ સ્પષ્ટ વાત ન કરતાં ગોળ-ગોળ જવાબ આપ્યા હતા. તેમણે કહ્યું હતું કે ભાજપની સરકાર પ્રજાનું હિત શેમા છે તે જ જુએ છે. સરકાર કોઈ કામગીરી કરતી હોય તો તે યોગ્ય જ હોય. સ્થાનિક લોકોનું કહેવું છે કે અગાઉ પણ રોડ કપાતનો વિવાદ ઉઠ્યો હતો ત્યારે કહ્યું હતું કે આ રોડ અને કપાતની જરૂર જ નથી. તે સમયે અગ્રણી નેતાઓએ આ મુદ્દે કોઈ કામગીરી નહી થાય તેવું આશ્વાસન આપ્યું હતું.

સ્થાનિકોએ ભાજપના આગેવાનોના વચનભંગ સામે બાંયો ચઢાવી છેઅને રોડ કપાત વિવાદ મુદ્દે તેમના દેખાવો ચાલુ છે. તેઓ રોડ પર બેસીને ભાજપ વિરોધી બેનર બતાવી રહ્યા છે, ભજનકીર્તન કરી રહ્યા છે અને હનુમાનચાલીસાના પાઠ કરીને ઉગ્ર વિરોધ દર્શાવી રહ્યા છે.

આ પણ વાંચોઃ

પેટ્રોલ-ડીઝલ કમરતોડ ભાવવધારો/ પાકિસ્તાનમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં અધધધ… વધારો, લોકો ત્રાહિમામ

Toxic Train/ અમેરિકામાં કેમિકલ લઈ જતી ટ્રેન પાટા પરથી ઉતરીઃ લોકોને ઘરે આવતું પાણી ન પીવા વિનંતી

નિક્કી મર્ડર/ ફ્રિજમાંથી લાશ, પહેલા શ્રદ્ધા અને હવે નિક્કી