Not Set/ સુરતમાં વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 45 લાખનો મુદ્દામાલ કબ્જે

સુરતના વેસુના ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા વેપારીને ત્યાં રસોઈયા તરીકે કામ કરતો શખ્સ વેપારીના ઘરનું વાસ્તુપૂજન હતું તે જ દિવસે મોકો જોઈ રૂ. 40 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી કરી નાસી ગયો હતો. ખટોદરા પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સનું નામ છે કમલેશ ઓસવાલ. મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાનો વતની કમલેશ વેસુના ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા વેપારીને ત્યાં […]

Top Stories Gujarat Surat
SRT Theft 2 સુરતમાં વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 45 લાખનો મુદ્દામાલ કબ્જે

સુરતના વેસુના ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા વેપારીને ત્યાં રસોઈયા તરીકે કામ કરતો શખ્સ વેપારીના ઘરનું વાસ્તુપૂજન હતું તે જ દિવસે મોકો જોઈ રૂ. 40 લાખની કિંમતના સોના ચાંદીના ઘરેણાં અને રોકડની ચોરી કરી નાસી ગયો હતો.

ખટોદરા પોલીસની ગિરફ્તમાં ઉભેલા આ શખ્સનું નામ છે કમલેશ ઓસવાલ. મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાનો વતની કમલેશ વેસુના ન્યુ સિટીલાઈટ વિસ્તારમાં રહેતા વેપારીને ત્યાં રસોઈયા તરીકે કામે લાગ્યો હતો. વેપારીના ઘરનું વાસ્તુપૂજન હતું તે જ દિવસે કમલેશ મોકો જોઈ રૂ. 40 લાખનીં કિંમતના સોના-ચાંદીના ઘરેણાં અને રોકડાની ચોરી કરી નાસી ગયો હતો.

SRT Theft e1542540696100 સુરતમાં વેપારીના ઘરે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો : 45 લાખનો મુદ્દામાલ કબ્જે
mantavyanews.com

25 દિવસ પહેલા ચોરીને અંજામ આપી વતન ભાગી ગયેલો કમલેશ ગતરોજ સુરતમાં સોનાના ઘરેણાં વેચવા માટે આવ્યો હતો. પોલીસને બાતમી મળી હતી કે સ્ટેશન વિસ્તારમાં સબરસ હોટેલ પાસે આરોપી આવનાર છે. પોલીસે બાતમીના આધારે આરોપીની ધરપકડ કરી ચોરીનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

પોલીસે ઝડપી પડેલો આરોપી મોટા મોટા વેપારીઓને જ નિશાન બનાવતો હતો. ઘરમાં કામ કરવા માટે નોકરી માંગીને મોકો જોઈ ચોરી કરી ફરાર થઈ જતો હતો. આરોપીએ દિલ્હી સહિત દેશના અન્ય વિસ્તારોમાંથી કુલ રૂ. 2 કરોડની ચોરીની 12 વારદતોને અંજામ આપ્યાનું કબુલ્યું છે. પોલિસ હાલ આરોપીના રિમાન્ડ માંગી વધુ પૂછપરછ કરી રહી છે.