મોટો ઘટસ્ફોટ/ તથ્ય પટેલના સિંધુભવન રોડ અકસ્માતનો કેસમાં મોટો ખુલાસો, આ DySPએ ભજવી મોટી ભૂમિકા

બે અઠવાડિયા પહેલા સિંધુભવન રોડ પર પણ તથ્ય પટેલે એક અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેણે એક કાફેની દિવાલમાં થાર ઘુસાડી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

Top Stories Ahmedabad Gujarat
Untitled 39 તથ્ય પટેલના સિંધુભવન રોડ અકસ્માતનો કેસમાં મોટો ખુલાસો, આ DySPએ ભજવી મોટી ભૂમિકા

અમદાવાદના ઇસ્કોન ખાતે સર્જાયેલા અકસ્માતમાં 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ 10ના પરિવારજનો ન્યાયની માગ કરી રહ્યા છે.બે અઠવાડિયા પહેલા સિંધુભવન રોડ પર પણ તથ્ય પટેલે એક અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેણે એક કાફેની દિવાલમાં થાર ઘુસાડી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જણાવીએ કે આ અકસ્માતના દિવસે જ  તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ અને તેના કાકા બંને સિંધુબહેનના કેફેમાં પહોંચ્યા.

દરમિયાન મોન્ટુએ સૌરાષ્ટ્રમાં કાર્યરત ડીએસપીને ફોન કર્યો હતો. આથી તેણે તરત જ પોલીસ ખાતામાં કામ કરતા પોતાના ખાસ માણસને બોલાવીને કાફેમાં મોકલી દીધો. જ્યાં તેણે કેફેના માલિક સાથે બેઠક કરી અને કરાર માટે સંમતિ આપી. આથી કાફેના માલિકે તથ્ય પટેલ સામે ફરિયાદ નોંધાવી ન હતી. જો સૌરાષ્ટ્રમાં કાર્યરત આ ડીવાયએસપીએ આ કેસમાં ભૂમિકા ભજવી ન હોત તો ઇસ્કોન બ્રિજ હત્યાકાંડ અટકાવી શકાયો હોત.

9 લોકોનો જીવ લેનાર તથ્ય પટેલ ગોતા વિસ્તારમાં ગોકુલ ફાર્મહાઉસની સામે આલીશાન બંગલોમાં રહે છે. આ બંગલાનું નામ હરે શાંતિ છે, પણ હરે શાંતિમાં રહેતા તથ્ય પટેલે ગોઝારો અકસ્માત સર્જી 9 પરિવારની શાંતિ હણી લીધી છે. તથ્ય પટેલ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. અકસ્માત થયાની ગણતરીની કલાકોમાં જ પરિવાર બંગલામાંથી ગાયબ થઈ ગયો છે.

નોંધનીય છે કે, બે અઠવાડિયા પહેલા સિંધુભવન રોડ પર પણ તથ્ય પટેલે એક અકસ્માત સર્જ્યો હતો. જેમાં તેણે એક કાફેની દિવાલમાં થાર ઘુસાડી દીધી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા. જોકે આ મામલે તથ્ય પટેલે કેફે માલિકને રૂ.40 હજાર આપીને બાદમાં સમાધાન કરી લીધું હતું, આથી પોલીસમાં કેસ દાખલ થયો નહોતો.

તો બીજી તરફ ગઈકાલે જગુઆર કારના FSL રિપોર્ટમાં તથ્ય પટેલ ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સમયે 142 કિમીની ઝડપે કાર હંકારી રહ્યો હોવાનું સામે આવ્યું હતું. રિમાન્ડ પૂરા થતા ગઈકાલે તથ્યને કોર્ટમાં સાંજે કોર્ટમાં રજૂ કરાયો હતો અને વધુ રિમાન્ડની માંગ ન કરાતા તથ્યને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો.

આ પણ વાંચો:જૂનાગઢમાં મકાન ધરાશાયીઃ ચારથી પાંચ દટાયા હોવાની શક્યતા

આ પણ વાંચો:સુરતના સુવાલીના દરિયા કિનારે થી મળ્યો 9 કિલો થી વધુ ચરસનો જથ્થો, સુરત પોલીસે ATS તેમજ કેન્દ્રીય એજન્સીને માહિતી આપી

આ પણ વાંચો:સુરતમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વધ્યો, જાણો પાલિકાના ચોપડે કેટલા કેસ નોંધાયા

આ પણ વાંચો:જાહેર રોડને રેસિંગ ટ્રેક બનાવવાના પ્રયાસો કરનાર સામે સખ્ત પગલા લેવાશે