drowned/ પાનમ કેનાલમાં ત્રણ યુવાનો ડૂબી થતાં ઇદની ઉજવણી માતમમાં ફેરવાઈ

પંચમહાલની પાનમ કેનાલમાં ત્રણના ડૂબી જતાં મોત થયા છે. ડૂબી ગયેલા ત્રણેય મિત્રો જ છે. પાનમની મુખ્ય કેનાલમાં યુવાનનો પગ લપસતા તે ડૂબ્યો હતો. તેને બચાવવા જતાં તેના બે મિત્રો પણ તેને બચાવવા જતાં ડૂબ્યા હતા. ત્રણેય યુવકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat Others Trending Breaking News
Beginners guide to 34 પાનમ કેનાલમાં ત્રણ યુવાનો ડૂબી થતાં ઇદની ઉજવણી માતમમાં ફેરવાઈ

પંચમહાલઃ  લુણાવાડા તાલુકાના કોઠંબા ગામમાં રહેતા મુસ્લિમ સમાજના ત્રણ યુવાનો પાનમ ડેમની નહેરમાં ડૂબી જતા ઇદનો આનંદ માતમમાં ફેરવાયો છે. ત્રણ યુવાનો મોહમ્મદ બુરહાન હાજી સઇદ નગીના, નિહાલ રફીક પટેલ અને ફરહાદ રફીક પટેલ સવારમાં કુટુંબના સભ્યો અને મિત્રવર્તુળ સાથે ઇદની આનંદથી ઉજવણી કરી શહેરા તાલુકાના પાને ડેમ ખાતે ફરવા ગયા હતા.

ત્રણેય યુવાનો પોતાની સાથે નાસ્તો લાવ્યા હતા. નાસ્તો પૂરો થયા પછી એક યુવાન બાજુમાં આવેલી પાનમ સિંચાઈ નહેરમાં પીવાના પાણીની બોટલમાં પાણી ભરવા જતાં પગ લપસતા ડૂબવા લાગ્યો હતો. આ સમયે ડૂબતા યુવાનને જોતા મિત્ર પણ તેને બચાવવા પડ્યો હતો અને તે પણ ડૂબવા લાગ્યો હતો. તેને ડૂબતો જોતા ત્રીજો મિત્ર પણ પડ્યો હતો અને તે પણ ડૂબવા માંડ્યો હતો. જોતજોતામાં ત્રણેય યુવાનો નહેરના ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.

ડૂબતા યુવકોની બૂમો સાંભળી આસપાસના માણસો દોડી આવ્યા હતા. આ બાબતની જાણ શહેરા પોલીસ મથકે કરતાં પી.આઈ. રાહુલ રાજપૂતે તેમનો કાફલો મોકલ્યો હતો. પોલીસને ગ્રામજનોની મદદ લઈ નહેરમાં ડૂબેલા યુવાનોને શોધવા માંડ્યા હતા. ખૂબ જ મહેનતના અંતે તેમના મૃતદેહ હાથ લાગ્યા હતા. તેમની ઓળખ કરવામાં આવ્યા પછી તેમના કુટુંબીજનોને તેની જાણ કરવામાં આવી હતી. તેના પગલે તરત જ તેમના સગાસંબંધીઓ દોડી આવ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:એસ.ટી બસના ડ્રાઇવરે યુવતી પર આચર્યું દુષ્કર્મ, લગ્નની લાલચ આપી યુવતીને ફસાવી

આ પણ વાંચોઃ  Bhuj Accident/ભુજમાં પ્રાણઘાતક અકસ્માત, તૂફાન પુલ સાથે અથડાતા ત્રણના મોત

આ પણ વાંચોઃ Loksabha Election 2024/આજથી ગુજરાતની 26 બેઠકો માટે ઉમેદવારીપત્રો ભરાશે, ત્રીજા તબક્કા માટે નામાંકન શરૂ

આ પણ વાંચોઃ ગુજરાત/રિલાયન્સે ગીર રક્ષિત વિસ્તારમાં 1,534 ખૂલ્લા કૂવા ફરતે સંરક્ષણ દિવાલ બાંધીને સિંહોની સુરક્ષા સુનિશ્ચિત કરી