Delhi Rouse Avenue Court/ BRS નેતા કે.કવિતાને CBI આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે, દિલ્હી દારુ કૌભાંડ કેસમાં કરાઈ હતી ધરપકડ

CBIએ કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં BRS નેતા કે.કવિતાની ધરપકડ કરી છે.  કે.કવિતાને સીબીઆઈ આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે.

Top Stories India

CBIએ કથિત દિલ્હી એક્સાઈઝ પોલિસી કૌભાંડ સંબંધિત ભ્રષ્ટાચારના કેસમાં BRS નેતા કે.કવિતાની ધરપકડ કરી છે.  કે.કવિતાને સીબીઆઈ આજે રાઉઝ એવન્યુ કોર્ટમાં રજૂ કરશે. BRS નેતાની ગુરુવારે ધરપકડ કરવામાં આવી હતી  ED દ્વારા ધરપકડ કરવામાં આવ્યા બાદ તે હાલમાં તિહાર જેલમાં છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર તેલંગાણાના પૂર્વ મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવની પુત્રી કે. કવિતાને સીબીઆઈએ ગુરુવારે બપોરે 12 વાગ્યે તિહાર જેલની જેલ નંબર 6માંથી ધરપકડ કરી હતી.

તિહાર જેલમાં રહેશે કે.કવિતા

કે.કવિતા ગુરુવારે તિહાર જેલમાં રહેશે અને એજન્સી તેની કસ્ટડી મેળવવા માટે શુક્રવારે તેને કોર્ટમાં રજૂ કરે તેવી શક્યતા છે. અધિકારીઓએ કહ્યું કે જો સીબીઆઈને કવિતાની કસ્ટડી મળશે તો ભ્રષ્ટાચાર વિરોધી શાખાના અધિકારીઓ તેની પૂછપરછ કરશે. સીબીઆઈએ સ્પેશિયલ કોર્ટની પરવાનગી લીધા બાદ શનિવારે જેલની અંદર. કવિતાની પૂછપરછ કરવામાં આવી હતી.

દસ્તાવેજોની થશે તપાસ

બીઆરએસ નેતાને વોટ્સએપ ચેટ્સ અને કેસના સહ-આરોપી બૂચી બાબુના ફોનમાંથી મળી આવેલા જમીન સોદા સંબંધિત દસ્તાવેજો વિશે પૂછપરછ કરવામાં આવી હતી. આરોપ છે કે એક્સાઇઝ પોલિસીમાં કથિત ફેરફાર માટે આમ આદમી પાર્ટીને 100 કરોડ રૂપિયા લાંચ તરીકે આપવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે કે. કવિતાની 15 માર્ચે ED દ્વારા એક્સાઇઝ પોલિસી કૌભાંડ સંબંધિત મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરવામાં આવી હતી. 16 માર્ચે રાઉઝ એવન્યુ કોર્ટે કવિતાને 23 માર્ચ સુધી ED રિમાન્ડ પર મોકલી હતી. 26 માર્ચે કવિતાને ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી દેવામાં આવી હતી.

કેજરીવાલની અરજી પર સુનાવણી શક્ય

મની લોન્ડરિંગ કેસમાં ED દ્વારા તેમની ધરપકડ વિરુદ્ધ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની અરજી પર સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ શકે છે. AAP વડાએ બુધવારે દિલ્હી હાઈકોર્ટના 9 એપ્રિલના ચુકાદાને સર્વોચ્ચ અદાલતમાં પડકાર્યો હતો, જેણે ED દ્વારા તેમની ધરપકડને સમર્થન આપ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોનગઢ નજીક ઝાડ સાથે કાર અથડાતા અકસ્માત, બાળકી સહિત ત્રણ લોકોના મોત

આ પણ વાંચોઃ Weather News/ગુજરાતમાં માવઠું, જાણો ક્યારે કમોસમી વરસાદ પડશે

આ પણ વાંચોઃ Board result/બોર્ડની પરીક્ષાનું પરિણામ વહેલા જાહેર થાય તેવી સંભાવના