Not Set/ છેલ્લા ત્રણ વર્ષમાં દહેજના કારણે 123 યુવતિની આત્મહત્યા

દહેજ સંબધિત ઘટનાઓ સૌથી વધારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં નોંધાઇ છે

Gujarat
Untitled 117 છેલ્લા ત્રણ વર્ષમાં દહેજના કારણે 123 યુવતિની આત્મહત્યા

એકવીસમી સદી અને ખભેથી ખભો મીલાવી ચાલવાની વાતો કરતા યુગમાં પણ દહેજના કારણે યુવતિઓ આત્મહત્યા કરે તો અરેરાટી થવી સ્વાભાવિક છે.આજેપણ દહેજના લાલચુઓ તેમની નાપાક હરકતોથી બાજ નથી આવતાં .થોડા દિવસ પહેલા જ વટવાની આઇશાએ આત્મહત્યા કરી લીધી હતી  તેણ વીડિયો બનાવ્યો હતો જે ખુબ વાયરલ પણ થયો હતો. આવા વીડિયો યુવતિઓની વેદનાને અને દહેજ લેતા લોકોના ઇરાદા સ્પષ્ટ કરે છે.

દહેજ સંબધિત ઘટનાઓ સૌથી વધારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં નોંધાઇ હતી

ગુજરાતમાં છેલ્લા ત્રણ વર્ષમાં 184 દિકરીઓએ આત્મહત્યા કરી છે. 2017-18માં 74 2018-19માં 61 અને વર્ષ 2019-20માં 49 દિકરીઓએ આત્મહત્યા કરી લીધી હતી. દહેજ સંબધિત ઘટનાઓ સૌથી વધારે અમદાવાદ અને સુરત જેવા મહાનગરોમાં નોંધાઇ હતી.

જયારે સુરતમાં 2018-19 અને 2019-20માં 14-14 દિકરીઓઅ આત્મહત્યા કરી હતી

દહેેજ ની ઘટનાઓના કેસો અમદાવાદ અને સુરતમાં મોખરે છે. અમદાવાદમાં 2018-19માં 16 2019-20માં 11 દિકરીઓએ આત્મહત્યા કરી, જયારે સુરતમાં 2018-19 અને 2019-20માં 14-14 દિકરીઓઅ આત્મહત્યા કરી હતી.

દિકરીઓને આપવુ જ છે તો તમારે તેના નામના બોન્ડ કે બેન્કમાં ફીક્સ રકમ મુકવી જોઇએ જે તેના ખરાબ સમયમાં કામ આવે અને સાથે જ તેને પગભર પણ બનાવે

જ્યારે પણ દહેજની ધટના સામે આવે કે તેવી કોઇ પણ યુવતિ વીશે જાણકારી મળે તો સામાજીક સંસ્થાઓ અને લોકો રસ્તા પર તેના ન્યાય માટે ઉતરી જાય છે. પરંતુ થોડા સમયમાં બધુ રાબેતા મુજબ થઇ જાય છે. માટે જ આવી ધટનાઓ વધી રહી છે. ફેમીલી ફોર્ટના વકીલ પૂજા  કહે છે કે જ્યાં સુધી માતા-પિતા દિકરીઓને વસ્તુઓના નામે દહેજ આપતા રહેશે ત્યાં સુધી આવી ધટનાઓ બંધ નહીં થાય. દિકરીઓને આપવુ જ છે તો તમારે તેના નામના બોન્ડ કે બેન્કમાં ફીક્સ રકમ મુકવી જોઇએ જે તેના ખરાબ સમયમાં કામ આવે અને સાથે જ તેને પગભર પણ બનાવે.

વર્તમાન સમયમાં દહેજની વાત કરવી પણ સાૈની માટે શરમની વાત છે કારણ કે આજે તો દિકરીઓ જીવનના કોઇ પણ ક્ષેત્રે પાછળ નથી.