પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો/ પાણી જેવો જ બનાવ્યો પાણીની ટાંકીનો સ્લેબઃ દાહોદમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા છને ઇજા

રાજ્યમાં દાહોદના આમલી ખજૂરિયા ગામે નલ સે જલ યોજના હેઠળ બની રહેલી પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો છે. આ સ્લેબ તૂટવાના લીધે છ કામદારોને ઇજા થઈ છે. તેમા ચારની હાલત ગંભીર છે. બધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

Top Stories Gujarat
water tank img પાણી જેવો જ બનાવ્યો પાણીની ટાંકીનો સ્લેબઃ દાહોદમાં પાણીની ટાંકીનો સ્લેબ તૂટતા છને ઇજા

રાજ્યમાં દાહોદના આમલી ખજૂરિયા ગામે નલ સે જલ યોજના હેઠળ બની રહેલી Water tank Broken પાણીની ટાંકીનો સ્લેબ તૂટ્યો છે. આ સ્લેબ તૂટવાના લીધે છ કામદારોને ઇજા થઈ છે. તેમા ચારની હાલત ગંભીર છે. બધાને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. અચાનક જ આ પાણીની ટાંકી કઈ રીતે ધસી પડી તે ચર્ચાનો વિષય છે. આ રીતે સ્લેબ તૂટવાના લીધે હોહા થઈ ગઈ ગતી. આ રીતે સ્લેબ તૂટી પડવાની હવે બધે ચર્ચા પણ થઈ રહી છે.

સ્લેબ કઈ રીતે તૂટ્યો
આ અંગેની વિગતો એ મુજબમની છે કે દાહોદ જિલ્લામાં આમલી ખજુરીયા ગામે નલ સે જલ યોજના Water tank Broken અંતર્ગત પાણીની ટાંકી બનાવવામાં આવી રહી છે. આજે સવારે રાબેતા મુજબ શ્રમિકો કામે લાગ્યા હતા. આ દરમિયાન અચાનક જ પાણીની ટાંકીનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેમાં 6 જેટલા શ્રમિકો દટાયા હતા. જે બાદ તાત્કાલિક સ્થાનિકો દ્વારા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

6 શ્રમિકો ઇજાગ્રસ્ત
સ્થાનિકોએ તાત્કાલિક ધોરણે બચાવ કામગીરી શરૂ કરીને દટાયેલા શ્રમિકોને બહાર Water tank Broken કાઢ્યા હતા, સ્થાનિકો દ્વારા ઈજાગ્રસ્તોને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર દુર્ઘટનાની જાણ થતા પોલીસ વિભાગની પણ ઘટના સ્થળે પહોંચી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, 4 શ્રમિકોને ગંભીર ઈજા અને બે શ્રમિકોને સામાન્ય ઇજાઓ પહોંચી છે. ઇજાગ્રસ્ત શ્રમિકોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે.

 

આ પણ વાંચોઃ Hindu Temple Canada/ કેનેડાના હિંદુ મંદિરમાં તોડફોડ મામલે ભારતનો કડક વલણ, જાણો શું કહ્યું…

આ પણ વાંચોઃ અયોધ્યા/ ઉત્તરપ્રદેશની સરકારે રામલલાના અભિષેક માટે કરી ભવ્ય તૈયારી, જલાભિષેક માટે 155 દેશોની નદીઓના પાણી લાવવામાં આવશે

આ પણ વાંચોઃ IPL 2023/ કોલકાતાએ બેંગ્લોરને 81 રને હરાવ્યું, RCB 123 રનમાં ઓલઆઉટ