Hindu Temple Canada/ કેનેડાના હિંદુ મંદિરમાં તોડફોડ મામલે ભારતનો કડક વલણ, જાણો શું કહ્યું…

ભારતે ગુરુવારે  કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં એક હિંદુ મંદિરની તોડફોડની નિંદા કરી અને કેનેડિયન સત્તાવાળાઓ પાસેથી ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી

Top Stories India
14 2 કેનેડાના હિંદુ મંદિરમાં તોડફોડ મામલે ભારતનો કડક વલણ, જાણો શું કહ્યું...

ભારતે ગુરુવારે  કેનેડાના ઓન્ટારિયો પ્રાંતમાં એક હિંદુ મંદિરની તોડફોડની નિંદા કરી અને કેનેડિયન સત્તાવાળાઓ પાસેથી ગુનેગારો સામે પગલાં લેવાની માંગ કરી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે આ મામલો કેનેડાના સત્તાવાળાઓ સાથે ઉઠાવવામાં આવ્યો છે. ઓન્ટારિયો પ્રાંતમાં અજાણ્યા લોકો દ્વારા સ્વામિનારાયણ મંદિરમાં તોડફોડ કરવામાં આવી હતી અને તેની દિવાલો પર હિન્દુ વિરોધી અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા. કેનેડિયન પોલીસે આ ઘટનાને ‘નફરતથી પ્રેરિત ઘટના’ ગણાવી છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, આ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે અને અમે તેની નિંદા કરીએ છીએ.

MEA પ્રવક્તા બાગચીએ કહ્યું કે “આ મુદ્દો કેનેડિયન સત્તાવાળાઓ સાથે એ જ વિનંતી સાથે ઉઠાવવામાં આવ્યો છે જે અમે ભૂતકાળની ઘટનાઓમાં ગુનેગારોને પકડવા અને ફરીથી આવું ન થાય તેની ખાતરી કરવા માટે કરી હતી.” આ વર્ષે જાન્યુઆરીમાં, બ્રામ્પટનમાં ગૌરી શંકર મંદિરમાં પણ આવી જ રીતે તોડફોડ કરવામાં આવી હતી, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. ગયા વર્ષે કેનેડામાં આવી તોડફોડના ઓછામાં ઓછા ત્રણ બનાવો નોંધાયા હતા.અરિન્દમ બાગચીએ વધુમાં કહ્યું કે, “હું આશા રાખું છું કે કેનેડિયન સત્તાવાળાઓ પગલાં લેવા સક્ષમ હશે.” તે જ સમયે, પૂર્વ જેરુસલેમમાં અલ-અક્સા મસ્જિદમાં હિંસક કાર્યવાહીની પૃષ્ઠભૂમિમાં, ભારતે તમામ પક્ષોને શાંતિ જાળવવા વિનંતી કરી છે.