Not Set/ રાજસ્થાનના માઉન્ટ આબુમાં આભ ફાટતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.

રાજસ્થાનના પ્રખ્યાત હિલસ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદે છેલ્લા ત્રણ દિવસથી માઝા મુકતા 3૦ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. માઉન્ટ આબુમાં જાણે ઈન્દ્રદેવ કોપાયમાન થયા હોય તેમ સતત ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ૨૪ કલાક માં ૩૦ ઈંચ વરસાદ પડતાં જળબંબાકાર થઈ ગયું છે. તો આ તરફ આબુમાં ભારે વરસાદના પગલે […]

India
vlcsnap 2017 07 25 11h08m52s630 1 રાજસ્થાનના માઉન્ટ આબુમાં આભ ફાટતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.

રાજસ્થાનના પ્રખ્યાત હિલસ્ટેશન માઉન્ટ આબુમાં વરસાદે છેલ્લા ત્રણ દિવસથી માઝા મુકતા 3૦ ઈંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. માઉન્ટ આબુમાં જાણે ઈન્દ્રદેવ કોપાયમાન થયા હોય તેમ સતત ત્રણ દિવસથી ભારે વરસાદ પડી રહ્યો છે ત્યારે ૨૪ કલાક માં ૩૦ ઈંચ વરસાદ પડતાં જળબંબાકાર થઈ ગયું છે.

vlcsnap 2017 07 25 11h08m52s630 રાજસ્થાનના માઉન્ટ આબુમાં આભ ફાટતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.

તો આ તરફ આબુમાં ભારે વરસાદના પગલે તંત્રને રસ્તા બંધ કરવાની ફરજ પડી છે…અંબાજીમાં પડેલા ભારે વરસાદને પગલે તેલીયા નદીમાં પાણી આવ્યા છે…જેના કારણે અંબાજી આબુરોડના માર્ગો બંધ કરાયા છે…રસ્તાઓ બંધ થતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે…

નીચાણ ઢાળવાળા રસ્તાઓ પર પણ જાણે પાણી જવાનો માર્ગ મળતો ન હોય તેમ રસ્તાઓ પર નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. માઉન્ટ આબુના મુખ્ય આકર્ષણનું કેન્દ્ર નવા તળાવ બે દિવસથી ભરાઈ જતા ઓવરફ્લો થયું છે ત્યારે વરસાદના લીધે માઉન્ટ આબુમાં મોબાઈલ નેટવર્ક અને લાઈટ ડૂલ થઈ જતા જનજીવન પર માઠી અસર પડતા અસ્તવ્યસ્ત થઈ ગયું છે.

આબુના રસ્તા બન્યા નદી

vlcsnap 2017 07 25 12h15m54s754 રાજસ્થાનના માઉન્ટ આબુમાં આભ ફાટતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું.