છોટાઉદેપુર/ મોબાઇલ પોકેટ કોપનો ઉપયોગ કરી મોટર સાયકલ ચોરીનો ગુનો ઉકેલાયો

છોટાઉદેપુર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૧૦૫૮૫/૨૦૨૧ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ હોવાનું જાણવા મળતા ઇસમને સી.આર.પી.સી. ૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Gujarat Trending
byke chori મોબાઇલ પોકેટ કોપનો ઉપયોગ કરી મોટર સાયકલ ચોરીનો ગુનો ઉકેલાયો

રિયાઝ કુરેશી, છોટાઉદેપુર@ મંતવ્ય ન્યૂઝ

છોટાઉદેપુર  એલસીબી દ્વારા મોબાઇલ પોકેટ કોપનો ઉપયોગ કરી છોટાઉદેપુર પો.સ્ટે.માં નોંધાયેલ મો.સા. ચોરીનો ગુનો ઉકેલાયો છે.
એમ.એસ.ભરાડા ઇન્ચા.પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ, તથા  ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ વાહન ચોરી તથા ઘરફોડ જેવા ગુનાઓ શોધી કામગીરી કરવા જીલ્લાના તમામ પોલીસ અધિકારીઓને શાખા ઇન્ચાર્જ દ્વારા સુચના કરી હતી.

જે આધારે એચ.એચ.રાઉલજી ઇન્ચા. પોલીસ ઈન્સપેક્ટર એલ.સી.બી છોટાઉદેપુર નાઓના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી સ્ટાફના પોલીસ કર્મચારીઓ છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન રંગપુર પાસે વાહન ચેકીંગમાં હતા.

તે દરમ્યાન એક ઇસમ હીરો એચ.એફ. ડીલક્ષ મો.સા. નંબર વગરની લઇને આવેલ તેની ઉપર શંકા જતા મો.સા. ચાલક પાસે ગાડીના કાગળો કે ગાડીની માલિકી અંગે આધાર-પુરાવો માંગતા તેની પાસે કોઇ આધાર પુરાવો ન મળતા મો.સા.નો ચેચીસ તથા એન્જીન નંબર મોબાઇલ પોકેટ કોપમાં નાખતા, સદર મો.સા.નો રજી નંબર GJ-34-C-2498 નો હોવાનું જણાય આવેલ જેથી મો.સા.ના માલિકનો સંપર્ક કર્યો હતો.

તેઓએ પોતાની મો.સા. ચોરી અંગે છોટાઉદેપુર પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં.૧૧૧૮૪૦૦૨૨૧૦૫૮૫/૨૦૨૧ ઇ.પી.કો. ૩૭૯ મુજબનો ગુનો રજીસ્ટર કરાવેલ હોવાનું જાણવા મળતા ઇસમને સી.આર.પી.સી. ૪૧ (૧) ડી મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

પકડાયેલ ઈસમ
(૧) લાલુભાઈ દેસિંગભાઇ રાઠવા રહે.રજુવાટ મંદીર ફળિયા

majboor str 12 મોબાઇલ પોકેટ કોપનો ઉપયોગ કરી મોટર સાયકલ ચોરીનો ગુનો ઉકેલાયો