અમદાવાદ/ હવે તમે હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો વ્યૂ માણી શકાશે, જાણો કેટલો થશે ચાર્જ?

મુસાફરો પોર્ટલ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. જેનું બુકિંગ પોર્ટલ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેવું જાણવા મળ્યું છે.

Ahmedabad Gujarat
Untitled 535 હવે તમે હેલિકોપ્ટરમાં બેસીને અમદાવાદનો વ્યૂ માણી શકાશે, જાણો કેટલો થશે ચાર્જ?

ગુજરાતમાં  આમ તો  અમદાવાદ શહેરએ   માન્હચેસ્ટર તરીકે  જાણીતું છે .  આ  શહેરમાં  લોકો અનેક શહેરોમાંથી આવીને  વસતા હોય છે . ત્યારે અમદાવાદની  શાનમાં વધારો કરતી એક જગ્યામાં  વધારો થવા  જઈ રહ્યો છે  . જે અંતર્ગત લોકો હવે હેલિકોપ્ટરમાં  બેસીને એરિયલ વ્યૂની મજા માણી શકશે. અમદાવાદ સાબરમતી રિવરફ્રન્ટ પર હેલિકોપ્ટર જોય રાઈડની સેવા આગામી ટૂંક જ સમયમાં શરૂ કરવાની તૈયારીઓ અંતિમ તબક્કામાં હોવાનું જાણવા મળ્યું છે.  અમદાવાદના સાબરમતી રિવેરફ્રન્ટથી કેવડીયામાં આવેલ સ્ટેચ્યૂ ઓફ યુનિટી વચ્ચે સી પ્લેનની સેવા ગત ઓક્ટોબર મહિનામાં શરૂ કરવામાં આવી હતી. આ સેવા એક વર્ષમાં જ મુસાફરો ન મળતા બંધ કરી દેવાઈ છે. આમ સી-પ્લેનના ફિયાસ્કા બાદ હવે અમદાવાદમાં જો હેલિકોપ્ટરથી જોય રાઈડ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. જો કે, આ પ્રોજેક્ટ પણ કેટલો કારગત નીવડે છે તે આગામી સમયમાં જોવાનું રહેશે.

આ પણ વાંચો ;શેરબજારમાં કડાકો / રેલવે મંત્રાલયના એક એવા પગલાથી IRCTCના શેરમાં 29% નો કડાકો બોલી ગયો

આ જોય રાઈડમાં બેસવા માટે વ્યક્તિદીઠ બે હજારની આસપાસ ટિકિટ રાખવામાં આવી છે. આ રાઈડની સેવા ફક્ત શનિ-રવિ ચાલુ રહેશે. જેથી વિકેન્ડમાં બુકિંગ પણ સારા મળી રહે. મુસાફરો પોર્ટલ પર ઓનલાઈન ટિકિટ બુક કરાવી શકશે. જેનું બુકિંગ પોર્ટલ પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે તેવું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો:ભાવનગર / ST ડેપોની મહિલા કન્ડક્ટરને યુવકે વાળ પકડી માર્યો માર,વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ

હેલિકોપ્ટર જોય રાઈડમાં ઉપયોગમાં લેવાનાર સિંગલ એન્જીન બેલ 407 હેલિકોપ્ટરમાં એક કેપ્ટન એક એન્જિનિયર સહિત પાંચ મુસાફરોને બેસાડી શકાશે. એટલે કે એક હેલિકોપ્ટરની ટ્રિપમાં પાંચ મુસાફરો જોય રાઈડની મજા માણી શકશે. હેલિકોપ્ટની ટ્રિપની વાત કરીએ તો કુલ આ રાઈડ 7-10 મિનિટની રહેશે.