Junagadh/ ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, જુઓ Video

ત્રણ વર્ષ પછી ઉપરકોટ ખુલ્લો મુકાતા પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ

Gujarat Others Videos
junagadh uparkot fort inaugratation by bhupendra patel ઐતિહાસિક ઉપરકોટના કિલ્લાનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ, જુઓ Video

જૂનાગઢ આવતા પ્રવાસીઓને વધુ એક નજરાણું મળશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે જુનાગઢમાં ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું છે. ઉપરકોટ કિલ્લાના રિનોવેશન બાદ ફરી ખુલ્લો મુકાયો છે. કોરોના કાળમાં પણ ઉપરકોટનું કાર્ય ચાલુ રહ્યું હતું. ત્યારે અંદાજે ત્રણ વર્ષ પછી ઉપરકોટ ખુલ્લો મુકાઈ રહ્યો હોવાથી પ્રવાસીઓમાં ભારે ઉત્સાહ છે.

 ઉપરકોટના કિલ્લામાં જવાનો દરવાજો

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જૂનાગઢની મુલાકાતે છે. જેમાં જૂનાગઢમાં ઉપરકોટના કિલ્લાનું લોકાર્પણ કર્યું છે. જૂનાગઢની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ ગિરનાર પર્વત પરના રોપ-વેમાં બેસી અંબાજી મંદિરે દર્શન કર્યા છે. ત્યાર બાદ તેમણે ઉપરકોટ કિલ્લાનું લોકાર્પણ કર્યું છે. જણાવી દઇએ કે વાસન નિગમે રૂપિયા 74 કરોડના ખર્ચે રિસ્ટોરેશન કર્યુ હતુ.

મુખ્યમંત્રીએ ઉપરકોટમાં નિલમ તોપ અને રાણકદેવી મહેલની મુલાકાત કરી છે. તથા ઉપરકોટ પોલીસચોકીનું પણ લોકાર્પણ કર્યું છે. તેમજ ધી જૂનાગઢ જિલ્લા સહકારી બેંક દ્વારા જૂથળ, સુત્રાપાડા, વડોદરા ઝાલા શાખાના શુભારંભ પ્રસંગે ઉપસ્થિતિ રહ્યાં હતા.

 અડીકડી વાવનું પરિસર

કિલ્લામાં ખોદકામ સમયે પૌરાણિક વસ્તુઓ મળી આવી હતી. તેમજ કિલ્લામાંથી રજવાડા સમયની 22 તોપો મળી આવી હતી. ખાડી-કોતર અને અસંખ્યા ગુફાઓ કિલ્લામાં આવેલી છે. કિલ્લાથી નિકળતા ભોંયરા અલગ-અલગ શહેરોમાં નીકળતા હતા.