Not Set/ કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો,રાફેલ સોદા પર ફેર સુનવણી કરવા કોર્ટ તૈયાર

લડાકુ વિમાન રાફેલના સોદા પર સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે.રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટ રિવ્યુ પિટિશનની સુનવણી કરવાનું નક્કી કર્યું છે. સુપ્રીમ કોર્ટે રાફેલ કેસમાં રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજના આધાર પર સુનવણીનો નિર્ણય કર્યો છે.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સાથે જસ્ટિસ એસ કે કોલ અને જસ્ટિસ કે એમ જોસેફે રાફેલ સોદા પર થયેલી […]

Top Stories India Videos
qpqpq 3 કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો,રાફેલ સોદા પર ફેર સુનવણી કરવા કોર્ટ તૈયાર

લડાકુ વિમાન રાફેલના સોદા પર સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારને ઝટકો આપ્યો છે.રાફેલ સોદા પર સુપ્રીમ કોર્ટ રિવ્યુ પિટિશનની સુનવણી કરવાનું નક્કી કર્યું છે.

સુપ્રીમ કોર્ટે રાફેલ કેસમાં રિવ્યુ પિટિશન પર નવા દસ્તાવેજના આધાર પર સુનવણીનો નિર્ણય કર્યો છે.ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની સાથે જસ્ટિસ એસ કે કોલ અને જસ્ટિસ કે એમ જોસેફે રાફેલ સોદા પર થયેલી રિવ્યુ પિટિશનની સુનવણી કરવાનું નક્કી કર્યું છે.

ત્રણેય જજોએ એક મતથી આપેલા નિર્ણયમાં કહ્યું કે જે નવા દસ્તાવેજ ડોમેનમાં આવ્યા છે, તેના આધારે કેસમાં રિવ્યુ પિટિશન પર સુનવણી થશે. સુપ્રીમ કોર્ટ હવે રિવ્યુ પિટિશન પર સુનવણી માટે નવી તારીખ નક્કી કરશે.

rafale_041019111724.jpeg

સરકારે સુપ્રીમ કોર્ટમાં લીક દસ્તાવેજોના આધાર પર રિવ્યુ પિટિશન પર સુનવણીનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે આ દસ્તાવેજ પ્રિવિલેજ્ડ (વિશેષાધિકાર વાળા ગોપનીય) દસ્તાવેજ છે અને આથી રિવ્યુ પિટિશન રદ કરવી જોઇએ.

જો કે સુપ્રીમ કોર્ટમાં સુનવણી દરમ્યાન જસ્ટિસ કે.એમ.જોસેફે કહ્યું હતું કે આરટીઆઈ એકટ 2005મા આવ્યો છે અને આ એક ક્રાંતિકારી પગલું હતું એવામાં અમે પાછળ જઇ શકીએ નહીં.

સરકારે કહ્યું હતું કે જે દસ્તાવેજ પ્રશાંત ભૂષણે રિવ્યુ પિટિશનની સાથે રજૂ કર્યા છે તે પ્રિવિલેજ્ડ દસ્તાવેજ છે અને રાષ્ટ્રીય સુરક્ષા સાથે જોડાયેલા છે. આ દસ્તાવેજ ગોપનીય છે અને આરટીઆઈના અપવાદમાં છે સાથો સાથ એવિડેંસ એકટની અંતર્ગત ગોપનીય દસ્તાવેજ છે.