Gujarat News: 22મી જાન્યુઆરીએ થનારી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના પગલે રાજ્ય સરકાર આવતી કાલે શિક્ષણ વિભાગ દ્વારા સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં તેનો અમલ કરવા આદેશ કરાયો છે. સોમવારે બપોરે 2.30 વાગ્યા સુધી સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો બંધ રાખવાનું નક્કી કરાયું છે.
22 જાન્યુઆરીના રોજ યોજાનારા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ધામધૂમથી તૈયારીઓ થઈ રહી છે. ત્યારે આ પ્રસંગ નિમિત્તે ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી રાજ્યની તમામ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં અમલ કરવા આદેશ અપાયો છે. તમામ જિલ્લા શિક્ષણાધિકારીને પત્ર લખી નિર્દેશ આપ્યા છે. ઉલ્લેખનીય છે કે તમામ લોકો આ ઉત્સવમાં ભાગ લઈ શકે તે હેતુથી 22 જાન્યુઆરીના રોજ બપોર 2:30 વાગ્યા સુધી શાળાઓ બંધ રાખવાનો આદેશ અપાયો છે.
આ નિમિત્તે સરકારી કર્મીઓને પણઅડધા દિવસની રજા આપવામાં આવી છે. આ અંગે એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સોમવારે રાજ્યની તમામ કચેરીઓ અને રાજ્ય સરકારની તમામ સંસ્થાઓ અડધા દિવસ સુધી (બપોર 2:30 વાગે) બંધ રહેશે.
રાજકોટ મહાનગર પાલિકા દ્વારા પણ અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. વડોદરાના વાઘોડિયા GIDCમાં રજા રહેશે. તેમજ જેતપુર, ખેરગામ, ઊંઝા, પોરબંદર સહિતના કેટલાક માર્કેટયાર્ડ પણ બંધ રહેશે.