અલિયાબેટ,
આપણો ભારત દેશ અંગ્રેજોની ગુલામીમાંથી વર્ષ ૧૯૪૭માં આઝાદ થયો હતો. ત્યારબાદ ૭૦ વર્ષના સમયગાળામાં ભારતે ટેકનોલોજી, અંતરિક્ષ, મેડિકલ, એન્જિનીયરીંગ જેવા અનેક ક્ષેત્રોમાં વિકાસની હરણફાળ ભરી છે. આજે આપણે અંતરિક્ષના ક્ષેત્રમાં ચંદ્ર બાદ મંગળ ગ્રહ પર પણ પહોચી ચુક્યા છે પરંતુ આઝાદીના ૭૦ વર્ષના લાંબા સમયગાળા બાદ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગૃહરાજયના એક ગામમાં વીજળી પહોંચી નથી તે જાણીને તમે પણ નવાઈ પરમાડી શકો છો પરંતુ આ એક સત્ય છે.
હકીકતમાં નર્મદા મૈયાના કિનારે વસેલા ભરૂચથી માત્ર ૨૦ કિલોમીટર જેટલું દૂર આવેલું આ ગામ. જે ગામનું નામ છે આલિયા બેટ.
પ્રાપ્ત માહિતી મુજબ, ભરૂચ જિલ્લાનું આલિયા બેટ દોઢસોથી બસ્સો વર્ષ પહેલાનું વસેલું ગામ છે અને આ ગામમાં ૧૦૦ જેટલા કચ્છી પરિવારો છેલ્લા ૨૦૦ વર્ષથી તેમનું જીવન વીતાવે છે.

ભરૂચ જિલ્લા અને નર્મદા નદી વચ્ચે આવતા આ ગામની હાલત તમે જૂઓ તો તમને આઝાદી પહેલાનો સમય યાદ આવી જાય. આ પહેલા અલિયાબેટ ગામ વિશે તમે પણ ઘણું સાંભળ્યું હતું પરંતુ તેની સ્થિતિ જાણીને વિશ્વાસ નહોતો આવતો. પરંતુ જ્યારે આ ગામની મંતવ્ય ન્યૂઝની ટીમે મુલાકાત લીધી ત્યારે ગામની સ્થિતિ વિશે જાણીને અમે પણ આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા.

ગામની સ્થિતી અંગે વાત કરવામાં આવે તો, આ ગામમાં આજે પણ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અહીં નથી પાણીની વ્યવસ્થા કે નથી રોડની વ્યવસ્થા. ગામમાં નથી કોઈ ગટરની વ્યવસ્થા કે નથી તો શૌચાલયની વ્યવસ્થા. ત્યારે આજે આ ગામમાં તમામ મકાનો પણ કાચા માટીના બનેલા છે.

બીજી બાજુ અચરજની વાત એ છે કે જયારે આપને ૨૧મી સદીના ટેકનોલોજીના યુગમાં જયારે આપડે ડીજીટલ ઇન્ડિયાની વાત કરી રહ્યા છે ત્યારે આ ૨૦૦ વર્ષો થવા છતાં આ ગામમાં હજુ પણ વીજળી નથી આવી કે ગામમાં વીજળી માટેનો કોઈ થાંભલો અહી જોવા નથી મળતો. જેથી લોકોને દીવાના અજવાળે રાત વિતાવી પડે છે.
આ ગામના લોકોએ પોતાનું જીવન વીજળીના અભાવમાં જ વિતાવ્યું હોવાને કારણે તેઓને કોઈ વીજ ઉપકરણો વિશે પણ ખ્યાલ નથી. ટીવી એટલે શું ? ફ્રીજ એટલે શું ? વોશિંગ મશીન એટલે શું અને આ વસ્તુઓ કઈ રીતે કામ કરે છે. આ તમામ ઉપકરણો અંગે અહીંના લોકો કશું જ જાણતા નથી.

આલિયાબેટના સ્થાનિક હસનભાઈએ જણાવ્યું હતું કે, “અમારા આ ૧૫૦ થી ૨૦૦ વર્ષ જુના ગામમાં સરકાર દ્વારા કોઈ પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવી નથી. માત્ર આ ગામમાં ચૂંટણી સમયે જ વોટ મેળવવા માટે અમારા લોકોની યાદ આવતી હોય છે.
પરંતુ જયારે ગામની સુવિધા અંગે જોવામાં આવે તો. શિક્ષણ, પાણી માટે આજે ગામના લોકો તરસી રહ્યા છે. તેમજ આ પહેલા ગામના બાળકોના શિક્ષણ માટે વાગરા તાલુકામાં પણ ફરિયાદ કરવામાં આવી ચુકી છે પરંતુ તેઓ દ્વારા કોઈ કાર્ય કરવામાં આવ્યું નથી.
જયારે ગામના એક અન્ય વડીલ મહમ્મદ ભાઈએ જણાવ્યું કે, અમે આ વર્ષો જુના ગામમાં લાઈટ વગર જીવી રહ્યા છે. વોશિંગ મશીન કે કોમ્પ્યુટરની વાત તો દૂર રહી અમે પંખો કે ટીવી શું છે એ પણ અમને ખબર નથી.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ લોકોને માત્ર વોટ સાથે જ મતલબ છે કે નથી કોઈ પાણી, વીજળી કે શિક્ષણ આપવા અંગે. સાથે સાથે તેઓએ એ પણ કહ્યું હતું કે, “તેઓના અલિયાબેટ ગામની જેમ કોઈ ગામ પુરા ગુજરાત રાજ્યમાં નહિ હોય કે જ્યાં વર્ષો થયા બાદ પણ પ્રાથમિક સુવિધાઓ નથી.
