Not Set/ સચીન તેંડુલકરે મોડી રાતે સડક પર ઉતરી જે કર્યું તે જોઇને તમે થઇ જશો આશ્ચર્યચકિત

મુંબઇ માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર તમને રસ્તા પર ગલી ક્રિકેટ રમતાં જોવા મળે તો. ના મનાય, પરંતું ભારતના કરોડો લોકોના દિલની ધડકન ગણાતા સચીન તેંડુલકર રસ્તા પર સાવ સામાન્ય ઘરના છોકરાંઓ સાથે ક્રિકેટ રમતાં જોવા મળ્યાં હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઇ ચુકેલાં સચીનની ક્રિકેટ માટેની ઉત્સુકતા પહેલાં જેવી જ જોવા મળી હતી. મુંબઇની સડકો પર […]

Top Stories Sports

મુંબઇ

માસ્ટર બ્લાસ્ટર સચીન તેંડુલકર તમને રસ્તા પર ગલી ક્રિકેટ રમતાં જોવા મળે તો. ના મનાય, પરંતું ભારતના કરોડો લોકોના દિલની ધડકન ગણાતા સચીન તેંડુલકર રસ્તા પર સાવ સામાન્ય ઘરના છોકરાંઓ સાથે ક્રિકેટ રમતાં જોવા મળ્યાં હતા. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃતી લઇ ચુકેલાં સચીનની ક્રિકેટ માટેની ઉત્સુકતા પહેલાં જેવી જ જોવા મળી હતી. મુંબઇની સડકો પર સચીન તેંડુલકર એક કન્સ્ટ્રક્શન સાઇટના કિનારે કેટલાંક સામાન્ય છોકરાંઓ સાથે ક્રિકેટ રમ્યું હતું.આ છોકરાંઓ સાથે ક્રિકેટ રમતાં સચીનનો વીડીયો પણ સોશિયલ મીડીયામાં વાઇરલ થયો હતો.

https://twitter.com/vinodkambli349/status/985868468590465024

આ વીડીયોમાં મોડી રાતે રસ્તામાં સચીન તેંડુલકર તેમની કારમાંથી ઉતરે છે અને ક્રિકેટ રમી રહેલાં છોકરાંઓ સાથે રમવા લાગે છે.કારમાંથી ઉતરીને સચીન સીધા બેટીંગ કરવા લાગે છે અને કેટલાંક બોલ રમે છે.આ દરમિયાન સચીન છોકરાંઓ સાથે મરાઠીમાં વાત કરતાં પણ સાંભળવા મળે છે.

https://twitter.com/Sachinist/status/985931151503175680

સચીન જેવા ક્રિકેટના ભગવાનને પોતાની સાથે રમતા જોઇને છોકરાંઓ પણ ગદગદ થઇ ગયાં હતા અને કેટલાંક તો તેમના પગે પડી ગયાં હતા.સચીન તેંડુલકરે પાંચ-છ બોલ રમ્યા પછી બીજા પ્લેયરો સાથે હાથ મેળવ્યા હતા અને સેલ્ફી પણ ખેંચાવી હતી.