Gandhinagar News/ ‘પ્રયાગરાજ માટે વધારાની બસો શરૂ કરવા સરકાર કરશે પ્રયાસ’ : હર્ષ સંઘવી

ગુજરાતથી પ્રયાગરાજ મહાકુંભ મેળા માટે જતા યાત્રીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા વધારાની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય કરાશે.

Top Stories Gandhinagar Gujarat Breaking News

Gandhinagar News : પ્રયાગરાજમાં યોજાનારા ધાર્મિક કાર્યક્રમ મહાકુંભ મેળા માટે જતા યાત્રીઓની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા વધારાની બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે. અંગે પરિવહન મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર માહિતી આપી છે.

મંત્રી સંઘવીએ જણાવ્યું હતું કે, “પ્રયાગરાજમાં યોજાનારા મહાકુંભ મેળામાં રાજ્યના વિવિધ શહેરોથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જાય છે. તેમની સુવિધા માટે રાજ્ય સરકાર દ્વારા વધારાની બસ સેવા શરૂ કરવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ બસો રાજ્યના વિવિધ શહેરોથી પ્રયાગરાજ માટે રવાના કરવામાં આવશે.”

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, “વધારાની બસ સેવા ક્યારથી શરૂ કરવામાં આવશે તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે. અમે એવી વ્યવસ્થા કરીશું કે જેથી વધુમાં વધુ શ્રદ્ધાળુઓ પોતાના પરિવાર સાથે પ્રયાગરાજ જઈ શકે.” આ નિર્ણય જો લેવાશે તો રાજ્યના શ્રદ્ધાળુઓમાં ખુશીની લહેર છવાઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હર્ષ સંઘવીના કડક પગલાઃ રાજ્યમાં હિન્દુ નામથી ચાલતી 27 હોટેલના પરવાના થયા રદ

આ પણ વાંચો: ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શેંત્રુજયનો પ્રવાસ કરી ભગવંતોના આશીર્વાદ મેળવ્યા

આ પણ વાંચો: ‘હાથમાં દંડો લઇને બેસો, ભાઇઓ મોઢામાં મસાલો નહીં નાંખે’, હર્ષ સંઘવીની મહિલાઓને સલાહ