Bhavnagar News/ ભાવનગરમાં હોટલમાં બીજી ડિશ માંગવા મુદ્દે હોબાળો, સંચાલક પર છરીથી હુમલાનો પ્રયાસ; ચાર સામે ફરિયાદ

હોટલમાં બીજી ડિશ માંગવા જેવી બાબતે માથાકુટ. બોલાચાલી ઉગ્ર બનતા હોટલ સંચાલક પર હુમલાનો પ્રયાસ. ચાર શખ્સો સામે નોંધાઈ ફરિયાદ.

Gujarat Others Breaking News
hotel

Bhavnagar News: ભાવનગર શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલી હોટલ (Hotel)માં જમવા બાબતે થયેલી સામાન્ય તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. ગ્રાહકને બીજી ડિશ ન મળતા ચાર શખ્સોએ હોબાળો કરી હોટલ સંચાલક સાથે ગાળાગાળી કરી હતી. એક શખ્સે છરી કાઢીને હુમલાનો પ્રયાસ કરતાં સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે.

Hotelમાં બીજી ડિશ ન મળતાં થયો હોબાળો

ભાવનગર શહેરના 150 ફૂટ રિંગ રોડ પર નીલકંઠનગર સામે નારાયણ સોસાયટી (Narayan Society)વિસ્તારમાં સ્કાવયે (Hotel) હોટલમાં બીજી ડિશ માગવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. 29 જુલાઈ, 2026ના રોજ રાત્રે કેટલાક ગ્રાહકો હોટલમાં જમવા આવે છે તે દરમિયાન એક ગ્રાહકે હોટલના કર્મચારી પાસે બીજી ડિશની માંગણી કરી હતી.  જોકે, હોટલના કર્મચારીએ બીજી ડિશ આપવાનો ઇનકાર કરતાં ગ્રાહક પોતાની સાથે આવેલા અન્ય શખ્સો પાસે ગયો હતો. ત્યારબાદ ત્રણેય શખ્સોએ હોટલમાં હોબાળો શરૂ કર્યો હતો. મામલો વધુ ઉગ્ર બનતાં હોટલ સંચાલક જગદીશભાઈ ત્યાં પહોંચ્યા હતા.

સંચાલકે સમજાવવાનો પ્રયાસ કરતાં હુમલાનો સંચાલક પર હુમલાનો પ્રયાસ

હોટલ સંચાલકે શખ્સોને શાંતિ જાળવવા અને જમીને જવું હોય તો શાંતિથી જમવા અથવા પૈસા પરત લઈ જવાની વાત કરી હતી. જોકે, આરોપી શખ્સોએ તેમની વાત માનવાને બદલે તેમની સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી. આ દરમિયાન શખ્સોએ મોટેથી ગાળાગાળી કરી હતી અને હોટલ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તકરાર વધતાં હોટલમાં હાજર લોકોમાં પણ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સામાન્ય રીતે જમવા બાબતે શરૂ થયેલો વિવાદ થોડી જ વારમાં ધમકી અને મારામારીના પ્રયાસ સુધી પહોંચી ગયો હતો.

એક શખ્સે છરી કાઢી હુમલાનો પ્રયાસ કર્યો

ફરિયાદ મુજબ, બોલાચાલી દરમિયાન હર્ષ રાવળ નામના શખ્સે પોતાની પાસે રહેલી છરી બહાર કાઢી હતી. તેણે ગાળો બોલીને હોટલ સંચાલક પર છરીથી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, અન્ય એક શખ્સે તેને પકડી લીધો હતો અને હોટલની બહાર લઈ ગયો હતો. ત્યારબાદ ચારેય શખ્સો ત્યાંથી ચાલ્યા ગયા હતા. આ ઘટનાને કારણે હોટલ સંચાલક અને તેમના કર્મચારીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. મામલો ગંભીર બનતા જગદીશભાઈએ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી.

ચાર શખ્સો સામે ભરતનગર પોલીસમાં ફરિયાદ

હોટલ સંચાલક જગદીશ મથુરભાઈ ખેરાળાએ સમગ્ર મામલે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જોરૂભા વરૂ, હર્ષ રાવળ, અજય મકવાણા અને ગોપાલ ચૌહાણના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ હર્ષ રાવળે છરી કાઢીને ગાળો આપી હુમલાનો પ્રયાસ કર્યો હતો. અન્ય શખ્સોએ પણ હોટલમાં હોબાળો કરી ધમકી આપી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

જગદીશભાઈના જણાવ્યા મુજબ, શરૂઆતમાં આરોપીઓના સાચા નામ અને સંપૂર્ણ વિગતો અંગે જાણકારી ન હોવાથી પોલીસ ફરિયાદ નોંધાવવામાં થોડો વિલંબ થયો હતો. ભરતનગર પોલીસે (Bharatnagar Police)ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સમગ્ર ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે અને આરોપીઓની ભૂમિકા અંગે પણ માહિતી એકત્ર કરવામાં આવી રહી છે.


આ પણ વાંચો:અમદાવાદના ગોમતીપુરમાં યુવક પર જીવલેણ હુમલો, બગી સળગાવાની અદાવતમાં ત્રણ શખસોએ છરી મારી
આ પણ વાંચો:અમદાવાદમાં જાહેર રસ્તા પર યુવતી અને પિતા પર જીવલેણ હુમલો! છરીના ઘા ઝીંકતા બંને ગંભીર, આરોપી ફરાર
આ પણ વાંચો:જમાલપુર બ્રિજ નીચે ટ્રાફિક જામ વચ્ચે લૂંટ, છરી બતાવી બે તેલના ડબ્બા લૂંટ્યા