Nadiad News/ નડિયાદમાં ગટર મુદ્દે રજૂઆત દરમિયાન હોબાળો? ડેપ્યુટી મેયર સામે ઉદ્ધતાઈના આક્ષેપ

નડીયાદમાં ચંપા તલાવડીમાં ગટર ઉભરાવાની સમસ્યા અંગે રજૂઆત કરવા ગયેલા અરજદારે ડેપ્યુટી મેયર પર ઉદ્ધતાઈભર્યા વર્તનનો કર્યો આક્ષેપ. ડેપ્યુટી મેયરે આરોપોને પાયાવિહોણા ગણાવ્યા.

Gujarat Others Breaking News
Deputy Mayor

Nadiad News: નડિયાદના ચંપા તલાવડી વિસ્તારમાં ગટર ઉભરાવાની સમસ્યાને લઈને સ્થાનિક અરજદાર Deputy Mayor કલ્પેશ રાવળ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અરજદારે રજૂઆત દરમિયાન ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ કર્યા છે. જોકે, ડેપ્યુટી મેયરે આ આરોપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દીધા છે.

અરજદારના Deputy Mayor સામે ઉદ્ધતાઈભર્યા વર્તનના આક્ષેપ

રજૂઆત દરમિયાન ડેપ્યુટી મેયર સાથે અરજદારની વાતચીત થઈ હતી. આ દરમિયાન ડેપ્યુટી મેયર દ્વારા ઉદ્ધતાઈભર્યું વર્તન કરવામાં આવ્યું હોવાનો અરજદારે આક્ષેપ કર્યો છે. અરજદારનો આરોપ છે કે પ્રજાની સમસ્યા અંગે રજૂઆત કરવા પહોંચ્યા હોવા છતાં તેમની સાથે યોગ્ય રીતે વ્યવહાર કરવામાં આવ્યો નહોતો. પ્રજાના પ્રતિનિધિ તરીકે સમસ્યા સાંભળવાને બદલે અસભ્ય વર્તન કરવામાં આવ્યું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઘટનાની ચર્ચા બાદ સ્થાનિક રહીશો અને અરજદારોમાં નારાજગી જોવા મળી રહી છે. લોકોનું કહેવું છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરવી એ નાગરિકોનો અધિકાર છે અને તેમની રજૂઆત ગંભીરતાથી સાંભળવી જોઈએ.

 ગટર અને રોડની સમસ્યાની અરજદારે કરી હતી રજૂઆત

શહેરના ચંપા તલાવડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ગટર ઉભરાવાની સમસ્યા (problem of overflowing sewers)ગંભીર બની હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે. ગટરનું ગંદુ અને દૂષિત પાણી રસ્તા પર ફરી વળતા સ્થાનિક રહીશોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાના કારણે વિસ્તારમાં ગંદકીનું પ્રમાણ પણ વધ્યું છે. દૂષિત પાણી ભરાઈ રહેતા સ્થાનિકોના આરોગ્ય સામે પણ જોખમ ઊભું થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. ચંપા તલાવડી વિસ્તારના સ્થાનિક અરજદાર આ સમસ્યાના કાયમી ઉકેલની માંગ સાથે નડિયાદ ડેપ્યુટી મેયર (Nadiad Municipal Corporation) કલ્પેશ રાવળ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. અરજદારે ગટર સાફ કરાવવા ઉપરાંત વિસ્તારમાં નવો રોડ બનાવવાની પણ માંગ કરી હતી.

ડેપ્યુટી મેયરે આક્ષેપોને ગણાવ્યા પાયાવિહોણા

બીજી તરફ, ડેપ્યુટી મેયર કલ્પેશ રાવળે (Kalpesh Raval) પોતાના પર લાગેલા ઉદ્ધતાઈભર્યા વર્તનના આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે આક્ષેપોને પાયાવિહોણા ગણાવી જણાવ્યું છે કે અરજદારની રજૂઆત યોગ્ય રીતે સાંભળવામાં આવી છે. તેમના જણાવ્યા મુજબ, વિસ્તારમાં ગટર અને રોડની સમસ્યાના ઉકેલ માટે યોગ્ય દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. એટલે સમગ્ર મામલે અરજદાર અને ડેપ્યુટી મેયર તરફથી અલગ-અલગ દાવા સામે આવ્યા છે.

હવે સ્થાનિક રહીશોની મુખ્ય માંગ એ છે કે આક્ષેપ-પ્રતિઆક્ષેપ વચ્ચે ગટર અને રસ્તાની વાસ્તવિક સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં આવે. રહીશોએ મનપા તંત્રને સ્થળ પર જરૂરી કામગીરી કરી પ્રાથમિક સુવિધાઓ સુધારવા અપીલ કરી છે.


આ પણ વાંચો:નડીયાદના પાર્ટીપ્લોટ પરના દરોડામાં GST વિભાગને મળી સફળતા, અન્ય શહેરોના 30થી વધુ પાર્ટીપ્લોટ નિશાના પર
આ પણ વાંચો:ખેડાઃ આણંદ કલેકટર હનીટ્રેપ મામલો, આણંદ કોર્ટમાં ત્રણ આરોપીઓને રજુ કરાયા હતા, કોર્ટે જામીન ના મંજુર કરતા ત્રણેત આરોપીને કોર્ટ કસ્ટડીમાં ધકેલ્યા, RAC કેતકી વ્યાસને નડીયાદની બિલોદરા જેલમાં ખસેડાઇ, નડીયાદની બિલોદરા જેલ ખાતે કેતકી વ્યાસને લાવવામાં આવ્યા  
આ પણ વાંચો:ગટર કામ સંદર્ભે લાંચ લેતા નડીયાદ સિંચાઈ વિભાગનો નાયબ ચિટનીશ ઝડપાયો