Ahemdabad/ કાજલ ઓઝા વૈદ્ય સાથે પર્સ સ્નેચિંગ કરનારા બે આરોપી ઝડપાયા, 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત

કાજલ ઓઝા વૈદ્ય (Kajal Oza Vaidya)સાથે પર્સ સ્નેચિંગ કરનારા બે આરોપીઓને પોલીસે કરી ધરપકડ.150થી વધુ CCTV ફૂટેજની તપાસ બાદ ઝડપાયા આરોપી.આરોપીઓ પાસેથી 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત.

Gujarat Ahmedabad Breaking News
Kajal Oza Vaidya.

Ahmedabad News: અમદાવાદમાં જાણીતી લેખિકા અને મોટિવેશનલ સ્પીકર કાજલ ઓઝા વૈદ્ય (Kajal Oza Vaidya)સાથે થયેલા પર્સ સ્નેચિંગ કેસનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. ઝોન-6 LCBની ટીમે 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજ અને બાતમીદારોની મદદથી બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી 1.70 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે.

મણિનગરથી ઘરે જતા Kajal Oza Vaidyaનું પર્સ ઝૂંટવાયું

વસ્ત્રાપુર વિસ્તારમાં રહેતાં કાજલ ઓઝા વૈદ્ય 5 ઓગસ્ટના રોજ મુંબઈના દાદરથી ટ્રેન મારફતે મણિનગર રેલવે સ્ટેશન પહોંચ્યા હતા. ત્યારબાદ તેઓ ઓટો રિક્ષામાં બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ભુલાભાઈ ચાર રસ્તા નજીક બાઈક પર આવેલા બે શખ્સોએ તેમની રિક્ષાનો પીછો કરી નજીક આવી પર્સ ઝૂંટવી લીધું હતું. પર્સ સ્નેચિંગ બાદ બંને શખ્સો અંધારાનો લાભ લઈને ત્યાંથી ફરાર થઈ ગયા હતા. ઘટના બાદ કાજલ ઓઝા વૈદ્યએ આ અંગે કાગડાપીઠ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.

150થી વધુ CCTV ફૂટેજની તપાસ

પર્સ સ્નેચિંગ (Purse Snatching)ની ઘટનાનો ભેદ ઉકેલવા ઝોન-6 LCBની ટીમે ટેકનિકલ સર્વેલન્સ શરૂ કર્યું હતું. પોલીસે ઘટનાસ્થળથી આરોપીઓના ભાગવાના રૂટ પર આવેલા 150થી વધુ CCTV કેમેરાના ફૂટેજ તપાસ્યા હતા. સાથે જ પોલીસે પોતાના બાતમીદારોના નેટવર્કને પણ સક્રિય કર્યું હતું. CCTV ફૂટેજ અને મળેલી બાતમીના આધારે પોલીસે આરોપીઓ સુધી પહોંચવા માટે તપાસ તેજ કરી હતી. આખરે પોલીસે કાંકરિયા રેલવે યાર્ડ પાસેથી તનવીર શેખ અને ફેજાન સૈયદ નામના બે શખ્સોને ઝડપી પાડ્યા હતા.

આરોપી મિત્રનું બર્ગમેન સ્કૂટર લઈને નીકળ્યા હતા મોજશોખ માટે

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં બંને આરોપીઓ મિત્રો હોવાનું સામે આવ્યું છે. બંનેનો અગાઉનો ગુનાહિત ઇતિહાસ પણ હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. આરોપીઓ મોજશોખ અને ખર્ચા માટે પૈસા મેળવવાના હેતુથી સ્નેચિંગ કરવા નીકળ્યા હતા. આ માટે તેમણે પોતાના મિત્રનું બર્ગમેન સ્કૂટર લીધું હતું. ત્યારબાદ તેઓ શહેરમાં સ્નેચિંગની તક શોધી રહ્યા હતા.

પોલીસે આરોપીઓ પાસેથી કુલ 1.70 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. હાલ આ મુદ્દામાલમાં કઈ-કઈ વસ્તુઓનો સમાવેશ થાય છે અને તેમાંથી કયો માલ કાજલ ઓઝા વૈદ્ય પાસેથી ઝૂંટવાયેલા પર્સ સાથે સંબંધિત છે તેની વધુ તપાસ ચાલી રહી છે.

આરોપીઓ સામે અગાઉ પણ નોંધાયેલા છે ગુના 

ઝડપાયેલા બંને આરોપીઓ સામે અગાઉ પણ અલગ-અલગ પોલીસ મથકોમાં ગુના નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ, મણિનગર, નારોલ અને ખાડિયા સહિતના પોલીસ મથકોમાં બંને વિરુદ્ધ અગાઉ ગુના નોંધાઈ ચૂક્યા છે. આરોપીઓની ધરપકડ બાદ પોલીસે તેમની ગુનાહિત પૃષ્ઠભૂમિ અને અન્ય સ્નેચિંગની ઘટનાઓમાં તેમની સંડોવણી અંગે પણ તપાસ શરૂ કરી છે. શહેરમાં અગાઉ બનેલી અન્ય પર્સ સ્નેચિંગ કે ચોરીની ઘટનાઓ સાથે પણ બંને આરોપીઓનું કોઈ કનેક્શન છે કે નહીં તે અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.

કાજલ ઓઝા વૈદ્ય સાથે બનેલી ઘટનાનો ઝડપી પર્દાફાશ કરવા બદલ તેમણે અમદાવાદ પોલીસની કામગીરીની પ્રશંસા કરી અને પોલીસનો આભાર માન્યો હતો. કાગડાપીઠ પોલીસે (Kagadapith Police)બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસ તપાસ આગળ વધતાં સ્નેચિંગની અન્ય ઘટનાઓ અંગે પણ વધુ ખુલાસા થવાની શક્યતા છે.


આ પણ વાંચો: સુરતમાં ચાલુ બાઈકે પર્સ સ્નેચિંગનો પ્રયાસ,બને દંપતી નીચે પટકાયા

આ પણ વાંચો: દિલ્હીમાં બદમાશો બન્યા નિર્ભય, PM મોદીની ભત્રીજીનું પર્સ છીનવી થયા વન ટૂ કા ફોર

આ પણ વાંચો: સુરતમાં ચેઇન-સ્નેચિંગ કેસનો ભેદ ઉકેલાયો, CCTV તપાસ બાદ આરોપી ઝડપાયો