અમદાવાદ શહેરમાં શિક્ષણના ધામને કલકિત કરતી એક ઘટના સામે આવી છે. શહેરમાં આવેલી પ્રખ્યાત એચએલ કોલેજ માં અભ્યાસ કરતા એક યુવક સાથે કેટલાક અસામાજિક તત્વો દ્વારા રેગિંગ કરવામાં આવ્યું હતું. અને ત્યારબાદ આ યુવકે કંટાળી ફીનાઈલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

અમદાવાદ શહેરની જાણીતી એચએલ કોલેજમાં વિદ્યાર્થીનું રેગિંગ કરવાની ઘટમાં તપાસના આદેશ આપ્યા હતા. આ મામલે ત્રણ આરોપીઓને જજના ઘરે રજૂ કરવામાં આવ્યા હતા. આરોપી ક્ષિતિજ રબારી, અજમલ રબારી અને જય ભરવાડને રજૂ કરાયા હતા.
આ રેગિગનો મામલો સામે આવ્યા બાદ શિક્ષણમંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે, “આ પ્રકારની ગંભીર ઘટનાઓ સહેજ પણ ચલાવી દેવામાં આવશે નહિ. આ સમગ્ર ઘટનાની તટસ્થ તપાસ કરવામાં આવશે અને આરોપીઓ સામે જરૂરી પગલા લેવામાં આવશે”.
