
Vadodara News: વડોદરાના સાવલીના મુવાલ ગામમાં કંકાલનો ભેદ ઉકેલાયો છે. કંકાલ મળ્યાના દોઢ મહિના પછી વડોદરા પોલીસે મર્ડર (Murder) કેસ ઉકેલી દીધો છે. વડોદરા પોલીસે 50 વર્ષની મહિલાના મર્ડરના કેસમાં તેના 30 વર્ષના પ્રેમીની ધરપકડ કરી છે. મૃતક મહિલા સાબરકાંઠાના તલોદની રહેવાસી હોવાનું ખૂલ્યું હતું. મૃતક પાવાગઢ દર્શન માટે નીકળ્યા બાદ ગુમ થઈ હતી. 18મી મેના રોજ સોશિયલ મીડિયા પર ફોટો જોઈને તેની ઓળખ કરવામાં આવી હતી.

મર્ડર (Murder) મિસ્ટ્રી ઉકેલી
મહિલાનો મૃતદેહ ખેતરમાંથી કોહવાયેલી હાલતમાં મળ્યો હતો. સ્થળ પરથી કપડા, રોકડ ચાવી, ચંપલ સહિતની વસ્તુઓ મળી હતી. મહિલાનો મોબાઇલ અને ચાંદીના છડા ગુમ હોવાનું તેના કુટુંબીજનોએ જણાવ્યું હતુ. વડોદરા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસે પહેલા તો કંકાલ પરથી તે સુનિશ્ચિત કર્યુ હતું કે તે મહિલા છે કે પુરુષ. ફોરેન્સિક તપાસમાં તે મહિલા હોવાનું માલૂમ પડ્યુ હતુ અને તેનું મર્ડર થયું હોવાનું પણ ફોરેન્સિક તપાસમાં જ ખબર પડી હતી.

પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી
મર્ડરના રિપોર્ટના પગલે પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. યુવતીની ઓળખ તેના કુટુંબીજનોએ કર્યા પછી તો પોલીસ માટે કેસના અંકોડા મેળવવા વધુ સરળ બન્યા હતા. આ 50 વર્ષની મહિલાનો 30 વર્ષનો પ્રેમી હોવાની પણ પોલીસને ખબર પડી હતી. તેના પછી પોલીસનું કામ વધુ આસાન બની ગયું હતું. પોલીસે તેના પ્રેમીના ફોન રેકોર્ડને ટ્રેસ કર્યો અને પછી તેની પૂછપરછ કરી તેમા આખા કાંડનો ખુલાસો થઈ ગયો હતો. પોલીસે વધુ એક આરોપીની પણ અટકાયત કરીને પૂછપરછ કરી છે.
આ પણ વાંચો: વડોદરામાં મિની ટેમ્પો ચાલકે બે ભાઈઓને કચડી નાખી રીતસરનું ‘મર્ડર’ કર્યુ, જુઓ CCTV ફૂટેજ
આ પણ વાંચો: વિસાવદરના શોભાવડલામાં ડબલ મર્ડર
આ પણ વાંચો: વડોદરામાં આડા સંબંધની ના પાડતા દીયરે ભાભી પર ગેંગરેપ ગુજારી હત્યા કરી
