Junagadh News/ કેશોદમાં સગીરાનું અપહરણ કરી દુષ્કર્મ: આરોપીની ધરપકડ

પોલીસે અપહરણ અને દુષ્કર્મ (Raped) કરનારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

Gujarat Others
Raped

Junagadh News : ગુજરાતમાં મહિલાઓ અને સગીરાઓ સામે વધતા ગુનાઓ વચ્ચે જૂનાગઢ જિલ્લાના કેશોદમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. કેશોદની એક મગફળીની મિલમાં કામ કરતો માળિયા તાલુકાનો સાગર મનસુખભાઈ મોરબીયા નામનો શખ્સ જુનાગઢની એક સગીરાને લલચાવી-ફોસલાવી 7 જાન્યુઆરીએ અપહરણ કરી ગયો હતો.બાદમાં તેણે સગીરા સાથે દુષ્કર્મ (Raped)આચર્યું હતું.

સગીરાની પૂછપરછમાં દુષ્કર્મ (Raped) ની ઘટના બહાર આવી

આ મામલે કેશોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન આરોપી અને સગીરા બંને મળી આવ્યા હતા. સગીરાની પૂછપરછ દરમિયાન તેના પર દુષ્કર્મ (Raped)આચરવામાં આવ્યું હોવાનું બહાર આવતા પોલીસે આરોપી સામે બળાત્કારની કલમો સાથે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.

પોલીસે અપહરણ અને દુષ્કર્મ (Raped) કરનારા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભોગ બનનાર સગીર હોવાથી આ કેસમાં પોક્સો એક્ટ મુજબ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સાથે જ પોલીસ આ ઘટનામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ વધુ તપાસ કરી રહી છે.


whatsapp જાહેરાત સફેદ ફોન્ટ મોટી સાઈઝ 2 4 બળાત્કાર બળાત્કાર છે, પતિ એ પતિ સાથે કરે છે: ગુજરાતી હાઈકોર્ટ


આ પણ વાંચો: આટકોટના ચકચારી દુષ્કર્મ કેસમાં 34 દિવસમાં ચુકાદો,15 જાન્યુઆરીએ કોર્ટ સંભળાવશે સજા

આ પણ વાંચો: આણંદમાં લવ જેહાદ જેવી ચોંકાવનારી ઘટના, 26 વર્ષીય વિધર્મી યુવકે કિશોરીને પ્રેમજાળમાં ફસાવી વારંવાર આચર્યું દુષ્કર્મ