Morbi News : SMC ની ટીમને માહિતી મળી હતી કે મોરબીમાં સકત સનાળા ગામની સીમમાં આનંદ પાર્ટી પ્લોટની પાછળ ભૂમિ ગોડાઉનમાં દારૂનો મોટો જથ્થો રાખવામાં આવ્યો છે. આ માહિતીને આધારે પોલીસે અહીં દરોડો પાડ્યો હતો. તપાસ કરતા ગોડાઉનમાંથી રૂ.76,39,092 ની કિમતનો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
તે સિવાય પોલીસે 3 વાહનો, ચાર મોબાઈલ અને રૂ.5,120 રોકડા મળીને કુલ રૂ. 1,11,94,212 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે આ કેસમાં રાજસ્થાનના ચાર શખ્સોની ધરપકડ કરી હતી.જ્યારે દારૂનો જથ્થો મોકલનારા સહિત સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધીને તેમની શોધ હાથ ધરી છે. આ કેસની વધુ તપાસ મોરબી એ ડિવીઝન પોલીસ કરી રહી છે.
આ પણ વાંચો: સમી હારીજ હાઇવે પર ત્રિપલ અકસ્માતની ગંભીર ઘટનાઃ 2 ના ઘટના સ્થળે મોત, 2 ઘાયલ
આ પણ વાંચો: ટ્રેન અકસ્માત: હાવડામાં બે ટ્રેનો અથડાઈ, 3 બોગી પાટા પરથી ઉતરી
આ પણ વાંચો: લખનૌના કિસાન પથ પર ભયાનક માર્ગ અકસ્માત, ટ્રક અને બે કાર વચ્ચે અથડામણમાં 4ના મોત, 7 ઘાયલ
