ભરૂચ/ ભરૂચના પત્રકાર ઉપર થયેલ જીવલેણ હુમલાના આરોપીઓમાંનો એક આરોપી ઝડપાયો

ગુનાની તપાસ દરમ્યાન ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી તિલક હરીકૃષ્ણ પટેલની નર્મદા ચોકડી તરફ આવતો હોવાની હકીકત મળેલ જે આધારે ભરૂચ સી-ડીવીઝન પોલીસ દ્વારા નર્મદા ચોકડી ખાતે વોચમાં રહી મારોપીને હસ્તગત કરવામાં

Gujarat Others

ભરૂચ ખાતે આધા બેંકની ગલીમાં એસ.એલ.ડી હોમ પાસે ભરૂચના પત્રકાર તેમજ ભરૂચ કોંગ્રેસના અગ્રણી દિનેશ અડવાણી ઉપર ઇનોવા ગાડીમાં આવેલા પાંચથી સાત જેટલા અજાણ્યા ઇસમો દ્વારા જીવલેણ હુમલો કરવામા આવેલ જે મુજબનો ગુન્હો ભરૂચ સી ડીવીઝન પોલીસ સ્ટેશન ગુ.ર.ન પાર્ટ એ ૧૧૧૯૯૦૦૧૨૧૧૧૦૩/૨૦૨૧ ઈ.પી.કો કલમ- ૩૦૭ ૩૨૫ ૩૨૬, ૧૪૩, ૧૪૪,૧૪૭, ૧૪૮ ૧૪૯, ૧૨૦બી, તથા જીપી એક્ટ કલમ ૧૩૫ વિગેરે કલમો મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અતિગંભીર ગુનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી પાડવા માટે ઈન્ચાર્જ પોલીસ મહાનિરીક્ષક એમ એસ.ભરાડા વડોદરા રેન્જ વડોદરા તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ દ્વારા સુચના આપેલ હોય જે અન્વયે મદદનીશ પોલીસ અધીક્ષક  વિકાસ સુંડા ભરૂચ વિભાગ ભરૂચએ અંગત રસ દાખવી સદર ગુન્હાને અંજામ આપનાર ઇસમોને શોધી કાઢવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી.

બનાવની ગર્ભીરતા ધ્યાને લઈ તુરત જ આ બનાવ સ્થળની વિઝીટ કરી ગુજરાત સરકારના વિશ્વાસ પ્રોજેકટ હેઠળ ભરૂચ શહેરમાં લગાવાયેલા સીસીટીવી કેમેરા તથા ઈ-ગુજકોપના “પોકેટ કોપ” તેમજ ખાનગી બાતમીદારો મારફતે તપાસનો દોર શરૂ કર્યો હતો. લાંબી તપાસ દરમિયાન માલુમ પડેલ કે ગુનાના કામે ઉપયોગમાં લેવાયેલ ઇનોવા ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે-૦૫-સી.આર.-૮૫૨૦સુરત ખાતે રહેતા અને મહારાષ્ટ્રના નવાપુર પોલીસ સ્ટેશનમાં ખુનના ગુનામા નાસતા ફરતા આરોપી અનિલ ઉર્ફે અનિલ કાઠી ખીમજી રાણવાની હોવાનું જાણવા મળે છે. ઈનોવા ગાડી અનિલ કાઠી તથા તેના મળતીયા અન્ય ઈસમો પીન્કેશ ઉર્ફે ભુરો કીશોર ચૌહાણ તથા સતીષ ઉર્ફે સનીયો અશોક પ્રતાપસિંગ રાજપુત તથા અન્ય ત્રણથી ચાર અજાણ્યા ઈસમો અનીલ કાઠી સાથે ઇનોવા ગાડીમા આવી ફરીયાદીને માર મારી નાસી ગયા હતા.
જેથી બનાવ બાબતે સુરત ખાતે તપાસ કરતા તથા ખાનગી બાતમીદારો મારફતે માહતી મેળવતા ભરૂચના કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કીશોર કાયસ્યને સુરતના અનિલ કાઠી સાથે મીત્રતા હોય નયન બોબડાએ આ ગુનાને અંજામ આપવા માટે કાવતરૂ રચેલ હોય તેવી માહીતી મળેલ હતી. હાલમાં નયન કાર્યસ્થ પાસા હુકમ અનવ્યે જુનાગઢ જેલમાં છે. ભરૂચ સી-ડીવીઝન પોલીસ સ્ટેશન ગુરાન પાર્ટ સી ૧૧૧૯૯૦૦૧૨૧૧૧૦૮૧/૨૦૨૧ મુજબના ગુનામાં અટક કરવાના બાકી હોય નયન કાયસ્યનો જુનાગઢ જેલ ખાતેથી ગુનાના કામે કબ્જો મેળવી સદર મારામારીના ગુનામાં સઘન પૂછપરછ કરવામાં આવી હતી. જેમાં પોતે આ ગુનાને અંજામ આપવા માટે પાસામાં જતા પહેલા અનિલ કાઠી તેમજ ભરૂચનો બુટલેગર તિલક હરીકૃષ્ણ પટેલ સાથે મળીને પોતાને દિનેશ અડવાણી સાથે અંગત અદાવત રાખી હાથપગ તોડવાનું કાવતરૂ ઘડી નાખેલ હોવાની કબુલાત કરી હતી.

ગુન્હાને અંજામ આપનાર સૂત્રધાર મુખ્ય આરોપી નયન કાયસ્થના પાસા જેલમાં ગયા બાદ તારીખ ૦૮/૦૮/૨૦૨૧ ના રોજ વહેતી સવારે આરોપી તીલક પટેલ દ્વારા અનિલ કાઠી અને તેના મળતીયાઓને ને.હા.- ૪૮ ઉપર આવેલ નબીપુર પાસે આવેલ શિવકૃપા ખાતે રહેવાની વ્યવસ્થા કરી આપી હતી. રાત્રીના ૧૦ થી સાડા દશ વાગ્યાના અરસામાં ઝાડેશ્વર પોકડી ખાતે અનિલ કાઠી તેના અન્ય મળતીયાઓને તિલક પટેલે દિનેશ અડવાણીની રેકી કરી તે અંગેની માહિતી કાઠીને વોટ્સએપથી પુરી પાડવામાં આવી હતી. પત્રકાર દિનેશ અડવાણી મોડી રાત્રીના ઝાડેશ્વર પોકડી ખાતેથી પોતાની પ્રેક્ટીવા ગાડી લઈ તેના ઘર તરફ પરત આવતા હોય તે દરમ્યાન આ ઇનોવા ગાડીમાં રહેલા આરોપીઓએ તેનો ર ચોકડીથી પીછો કરી ફરીયાદીના ઘર પાસે આવતા તેની ગાડી પાસે ઇનોવા ગાડી ઉભા રાખી ફરીયાદીને નારાયણ સ્કુલ ક્યાં આવી છે ? ઇનોવા ગાડીમાંથી ઉતરી આરોપીઓએ ફરીયાદીને હોકી, લોખંડના પાઈપ તથા અન્ય કોઇ તીક્ષ્ણ હથીયાર વડે જીવલેણ હુમલો કરી માર મારી નાસી છૂટેલ હતા.

સદર ગુનાની તપાસ દરમ્યાન ગુનામાં સંડોવાયેલા અને નાસતા ફરતા આરોપી તિલક હરીકૃષ્ણ પટેલની નર્મદા ચોકડી તરફ આવતો હોવાની હકીકત મળેલ જે આધારે ભરૂચ સી-ડીવીઝન પોલીસ દ્વારા નર્મદા ચોકડી ખાતે વોચમાં રહી મારોપીને હસ્તગત કરવામાં આવેલ અને ગુનાના કાર્ય વપરાયેલ ઇનોવા ગાડી તથા બાકી આરોપીઓને ઝડપવાની તજવીજ ચાલી રહી છે.