કૌભાંડીઓને કોઇ પણ પ્રકારનો ધર્મ કે લાજ શરમ નથી હોતી તે વાત પાક્કી હકીકત છે. લોકો પૈસાની લાલચમાં આવી જઇ કોઇ પણ હદે જઇ શકે છે અને આ વાત ભૂતકાળમાં અનેક વખત જોવામાં પણ આવી છે. ઘણા લોકો મૃતદેહ પર અને દવાઓનાં ડુપ્લિકેશન કરીને પણ પૈસા પાડી લેવામાં માને છે. કોરોના કાળમાં કોરોના મામલે જ ગેરરીતી કરી લાખો કમાવવાનો આવો જ એક કિસ્સો સામે આવી રહ્યો છે.
ગુજરાતમાં સભ્ય નગરી તરીખે ખ્યાતી પામેલ વડોદરા શહેરમાં કોરોના પોઝીટીવ રીપોર્ટ પર વીમો પકવવાનું કૌભાંડ સામે આવ્યું છે. કૌભાંડીઓ દ્વારા ખાનગી લેબનાં બોગસ કોરોના પોઝિટિલ રિપોર્ટ બનાવી આ કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની વિગતો પ્રાથમીક તપાસમાં સામે આવી રહી છે.

જો કે, આ મામલે ઇન્સ્યોરન્સ કંપનીને શંકા જતા ઇન્સ્યોરન્સ કંપની દ્વારા જે તે લેબોરેટરીમાં તપાસ કરતા કૌભાંડનો ઘટસ્ફોટ થયો છે. રેલો આવતા હવે ખાનગી લેબનાં સંચાલકે જ લેભાગુઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત પ્રથમીક વિગતો અનુસાર શહેરમાં ઓફિસ ધરાવતી HDFC એગ્રો હેલ્થ મેડીકલેમ ઇન્સ્યોરન્સ કંપનીમાં આ પ્રકારનાં ખોટા રિપોર્ટના આધારે ક્લેમ કરાયો હતો. નિમેષ પરમાર નામનાં બોગસ કોરોના દર્દી દ્વારા કરવામાં આવેલા ક્લેમ મામલે કંપનીને આશંકા જાત તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો અને નિમેષ પરમાર નામનાં બોગસ કોરોના દર્દી વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
કૌભાંડની તર્જ જોતા લાગી રહ્યું છે કે, આ કૌભાંડ એકલા હાથે થઇ શકે નહીં અને માટે જ કૌભાંડમાં ડોકટરો, ખાનગી લેબ અને મેડિકલ સ્ટાફની સંડોવણીની શક્યતા પણ જોવામાં આવી રહી છે. ડો.રવિ પટેલનાં રેફરન્સથી પોઝિટિવ રિપોર્ટ આપવામાં આવ્યો હતો તેવી વિગતો સામે આવી રહી છે, ત્યારે ડોકટરનું કોરોના રિપોર્ટ માટેનું ફોર્મેટ કોપી કરી કૌભાંડ ચાલું કર્યું હોવાનું પ્રાથમીકતામાં જોવામાં આવ્યું છે. જો કે, ફરિયાદ નોંધાવવામાં આવતા સમગ્ર મામલે તપાસ કરવામાં આવી રહી છે અને આશંકા છે કે અનેક નામાંકીતોને આ કાંડમાં છાંટા ઉડશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…
