ગુજરાતે આજે જયપુર ખાતે રમાયેલ વિજય હઝારે ટ્રોફી મેચમાં હરિયાણાને હરાવીને શાનદાર જીત નોંધાવી છે. ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લેનાર ગુજરાતની ટીમે હરિયાણાને 49.3 ઓવરમાં 260 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. હરિયાણા તરફથી નિશાંત સિંધુ (NISHANT SINDHU)એ 88 અને એસ પી કુમારે(S P KUMAR) 55 રનની મહત્વની પારીઓ રમી હતી. જ્યારે ગુજરાત તરફથી અરઝાન નાગસવાલા(ARZAN NAGASWALLA)એ 4 વિકેટ ઝડપી હતી.
જવાબમાં બેટિંગ કરવા ઉતરેલી ગુજરાતની ટીમે 36.2 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 263 રન બનાવીને મેચ જીતી લીધી. ગુજરાત તરફથી ઉર્વીલ પટેલે(URVIL PATEL) અણનમ 115, વિશાલ જયસ્વાલે(VISHAL JAYSWAL) 65 અને આર્ય દેસાઈ(AARYA DESAI )એ 57 રનની શાનદાર પારીઓ રમી હતી. હરિયાણા તરફથી એ આર રાણા(A R RANA )એ 2 વિકેટ ઝડપી હતી.
હરિયાણાને હરાવીને શાનદાર જીત નોંધાવીને આ જીત સાથે ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં મજબૂત સ્થાન મેળવવામાં સફળ રહી છે.
આ પણ વાંચો: 87 વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત BCCI રણજી ટ્રોફીનું આયોજન કરશે નહીં
આ પણ વાંચો: MCA એ પૃથ્વી શૉ અંગે આપ્યું મોટું નિવેદન, ટીમમાંથી કેવી રીતે બહાર કરાયો ?
