US Midterm Elections/ બાઇડેને રાહતનો શ્વાસ લીધોઃ ભારે રોમાંચ પછી યુએસ મિડટર્મમાં ડેમોક્રેટ્સનો વિજય

નેવાડામાં (Nevada) ડેમોક્રેટ પદના (Democrats) ઉમેદવાર કેથરિન કોર્ટેઝે ડેમોક્રેટ્સ માટે 50મી બેઠક જીતીને પક્ષને અસરકારક બહુમતી સિદ્ધ કરાવી આપી.

Top Stories India

રિપબ્લિકનને 49 બેઠકો મળતા તેનો પરાજય થયો

નેવાડાના કેથરિકન કોર્ટેઝના વિજય સાથે ડેમોક્રેટ્સની બહુમતી સુનિશ્ચિત થઈ

નેવાડામાં (Nevada) ડેમોક્રેટ પદના (Democrats) ઉમેદવાર કેથરિન કોર્ટેઝે ડેમોક્રેટ્સ માટે 50મી બેઠક જીતીને પક્ષને અસરકારક બહુમતી સિદ્ધ કરાવી આપી. આ વિજય સાથે અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઇડેને (Biden) રાહતનો શ્વાસ લીધો છે. સેનેટ પર અંકુશ જાળવવા માટે જરૂરી 50મી બેઠક જીતવાની સાથે બાઇડેન માટે 2024 સુધીનો માર્ગ મોકળો થઈ ગયો છે.

આના પગલે સેનેટ પર ડેમોક્રેટ્સનો જ અંકુશ રહેશે, પરંતુ ટ્રમ્પની રિપબ્લિકન (Republican) પાર્ટી પણ બહુ પાછળ નથી તેણે પણ 49 બેઠક જીતીને ડેમોક્રેટ્સને બરોબરની ટક્કર આપી હતી. છેલ્લે નેવાડાની બેઠક પર ડેમોક્રેટ્સના ઉમેદવાર કેથરિન કોર્ટેઝના વિજય સાથે 50મી બેઠક જીતી હતી.

સામાન્ય રીતે મિડટર્મ ચૂંટણીના પરિણામ સત્તા પક્ષ વિરોધી હોય છે. તેમા પણ આ વર્ષે ઊંચો ફુગાવો (Inflation), મોંઘવારીના લીધે સેનેટ (Senate) અને હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ (House of representative) પર રેડ વેવ (red wave) ફરી વળશે તેમ કહેવામાં આવતું હતું, પણ આમ થયું ન હતુ. આ ઉપરાંત એક સમયે ટાઇ થવાની પણ સંભાવના પણ હતી. 50-50 બેઠકની ટાઇ થઈ હોય તો ઉપપ્રમુખ કમલા હેરિસે ટાઇબ્રેકર વોટ આપવો પડ્યો હોત.

જો કે રિપબ્લિકન માટે હજી પણ પૂરુ થયું નથી. જ્યોર્જિયાની બેઠકની ચૂંટણી બાકી છે અને તે ડિસેમ્બરમાં યોજાશે. તેને જીતવા માટે બંને પક્ષા સ્વાભાવિક રીતે એડીચોટીનું જોર લગાવશે. પણ બાઇડેન માટે 50મી બેઠકનો વિજ સૌથી રાહતનો સમાચાર છે. અમેરિકન સેનેટ પરના અંકુશના લીધે તે અમેરિકન વહીવટીતંત્રમાં સુપ્રીમ કોર્ટથી લઈને બીજી બધી મહત્વની નિમણૂકો કરી શકશે.

આ પણ વાંચો

Gujarat Election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીને પણ મોંઘવારી નડશેઃ બેઠક દીઠ 100 કરોડથી વધુનો ખર્ચ

Gujarat Election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીના દિવસે સરકારી તંત્રમાં રજા રહેશે