Gujarat election 2022/ ગુજરાત વિધાનસભા ચૂંટણીને પણ મોંઘવારી નડશેઃ બેઠક દીઠ 100 કરોડથી વધુનો ખર્ચ

Gujarat election 2022ને પણ મોંઘવારી નડે તેવી સંભાવના છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો (Politcal parties) દ્વારા કુલ બે હજાર કરોડથી વધારે રકમનો ખર્ચ થવાનો અંદાજ છે.

Top Stories Gujarat
Election cost ગુજરાત વિધાનસભા ચૂંટણીને પણ મોંઘવારી નડશેઃ બેઠક દીઠ 100 કરોડથી વધુનો ખર્ચ
  • રાજકીય પક્ષો દ્વારા કુલ બે હજાર કરોડથી વધુ રકમનો ખર્ચ થવાનો અંદાજ
  • ચૂંટણીપંચ સત્તાવાર અંદાજ મુજબ 450 કરોડનો ખર્ચ થવાનો અંદાજ
  • ઉમેદવારની ચૂંટણીખર્ચની મર્યાદા 40 લાખ રૂપિયા
  • ભાજપ-કોંગ્રેસ ઉમેદવારો પાછળ 72.80 કરોડ રૂપિયા ખર્ચશે
  • અન્ય ઉમેદવારોનો પાર્ટીનો ખર્ચ 100 કરોડ રૂપિયા
  • વિવિધ પક્ષોનો સંભવિત ખર્ચ 200 કરોડ રૂપિયા

Gujarat election 2022ને પણ મોંઘવારી નડે તેવી સંભાવના છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો (Politcal parties) દ્વારા કુલ બે હજાર કરોડથી વધારે રકમનો ખર્ચ (Expenditure) થવાનો અંદાજ છે.
આના સંદર્ભમાં એમ કહી શકાય કે ગુજરાતની દરેક વિધાનસભા બેઠક (assembly seat) દીઠ સો કરોડથી પણ વધારે રકમનો ખર્ચ થશે. એટલે જો 182 બેઠક ગણીએ તો આ બે હજાર કરોડનો ખર્ચ ફિટ બેસે છે. યાદ રહે આ વિધાનસભા ચૂંટણી છે. હવે જો વિધાનસભા ચૂંટણીમાં બેઠક દીઠ 100 કરોડનો ખર્ચ થતો હોય તો લોકસભા ચૂંટણીમાં આ ખર્ચ કેટલો હશે.
તેની સામે ચૂંટણી પંચ (Election comission) મુજબ સત્તાવાર મુજબ 450 કરોડનો ખર્ચ થવા અંદાજ છે. એક ઉમેદવારની ચૂંટણીખર્ચની મર્યાદા 40 લાખ રૂપિયા છે. ભાજપ અને કોંગ્રેસ ઉમેદવાર માટે 72.80 કરોડની સમાન રકમ ખર્ચી શકે છે. આશ્ચર્યની વાત તો એ છે કે ભાજપ (BJP) તો સત્તા પર હોય તો આટલી રકમ ખર્ચી શકે, પરંતુ કોંગ્રેસ આટલી રકમ ખર્ચે તે મોટી વાત છે. અન્ય ઉમેદવારોનો પાર્ટીનો ખર્ચ 100 કરોડ રૂપિયા છે. વિવિધ પક્ષોનો સંભવિત ખર્ચ 200 કરોડ રૂપિયા મનાય છે. ખર્ચના આ આંકડા સત્તાવાર અંદાજ છે.