Gujarat Election/ ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, દિગ્ગજો નામાકંન કરશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ખરાખરીનો જંગ આ વખતે જોવા મળશે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે  2 તબક્કામાં મતદાન યોજાવવાનો છે.

Top Stories Gujarat
2 2 ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ, દિગ્ગજો નામાકંન કરશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. ખરાખરીનો જંગ આ વખતે જોવા મળશે. ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે  2 તબક્કામાં મતદાન યોજાવવાનો છે.  રાજ્યમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતની કુલ 89 બેઠકો માટે 1 ડિસેમ્બરે મતદાન થશે. તેવામાં હવે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો મેદાને આવી ગયા છે. ત્યારે આ ઉમેદવારોને ફોર્મ ભરવાનો આજે (14 નવેમ્બર) છેલ્લો દિવસ છે.

 15 નવેમ્બરે ઉમેદવારીપત્રોની ચકાસણી કરવામાં આવશે. જ્યારે 17 નવેમ્બર સુધી ઉમેદવારીપત્ર પરત લઈ શકાશે. જોકે, આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના ફોર્મ ભરવા જરૂરી દસ્તાવેજો તૈયાર કરવાની પ્રક્રિયામાં વ્યસ્ત છે.રાજકીય પક્ષોની તડામાર તૈયારીમાં લાગી ગઇ છે.   દરેક પક્ષો એક પછી એક ઉમેદવારોની યાદી જાહેર કરીને આંચકા આપી રહી છે. ત્યારે આ વખતે રાજ્યમાં ત્રિપાંખિયો જંગ જોવા મળશે, આ ખતની ચૂંટણી રસપ્રદ બની રહેશે .

ઉલ્લેખનીય છે કે આજે ભાજપ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પ્રથમ તબક્કાના મતદાન માટે ઉમેદવારી ફોર્મ ભરશે છેલ્લો દિવસ ફોર્મ ભરવાનો છે.