Not Set/ ઉત્તરપ્રદેશની તમામ ૮૦ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા કોંગ્રેસે કર્યું એલાન

લખનઉ, ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન અંગે જાહેરાત કરવામાં આવી ચૂકી છે, ત્યારબાદ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ ઉત્તરપ્રદેશની ૮૦ બેઠકોને લઈ એલાન કરવામાં આવ્યું છે. રવિવારે યુપીમાં કોંગ્રેસ પ્રભારી અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સહિતના ટોચના નેતાઓ દ્વારા પ્રદેશની તમામ ૮૦ […]

Top Stories India Trending
ઉત્તરપ્રદેશની તમામ ૮૦ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવા કોંગ્રેસે કર્યું એલાન

લખનઉ,

ચાલુ વર્ષે યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈ બહુજન સમાજવાદી પાર્ટી અને સમાજવાદી પાર્ટીના ગઠબંધન અંગે જાહેરાત કરવામાં આવી ચૂકી છે, ત્યારબાદ દેશની સૌથી જૂની પાર્ટી કોંગ્રેસ દ્વારા પણ ઉત્તરપ્રદેશની ૮૦ બેઠકોને લઈ એલાન કરવામાં આવ્યું છે.

રવિવારે યુપીમાં કોંગ્રેસ પ્રભારી અને વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર સહિતના ટોચના નેતાઓ દ્વારા પ્રદેશની તમામ ૮૦ લોકસભા બેઠકો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

લોકસભાની ૮૦ બેઠકોના એલાન બાદ ગુલામ નબી આઝાદે કહ્યું, “રાહુલ ગાંધીના નેતૃત્વમાં પૂરી શક્તિથી પોતાની વિચારધારાનું પાલન કરતા અમે આ ચૂંટણી લડીશું અને ભારતીય જનતા પાર્ટીને પરાજય આપીશું”.

તેઓએ વધુમાં કહ્યું, “પાર્ટી ઉત્તરપ્રદેશની તમામ ૮૦ સીટો પર ચૂંટણી લડશે અને અમારી પૂરી તૈયારી હશે કે પરિણામ ચોકાવનારું હશે”.

અન્ય રાજકીય પાર્ટીઓ અંગે જણાવતા આઝાદે કહ્યું, “સંસદની લડત એ ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની છે. અમે એ તમામ પાર્ટીઓનું સમર્થન કરીશું જે અમારી મદદ કરશે. આ લડતમાં અમે એ તમામ દળોનું સન્માન કરીએ છીએ, જેઓ આ લડતમાં આગળ વધશે.