ગુજરાત સ્થાપના દિવસ/ આજે ગુજરાતી બનીએ ; આપણા ગુજરાતનો પરિચય મેળવીએ

આપણા ગુજરાતને આપણે ખૂબ માણીએ છીએ પણ કેટલીક વાતો જાણીતી છતાં અજાણી છે. આપણે ગુજરાતની આવી જ વાતો આજે જાણીશું અને ગુજરાતનો જન્મદિવસ ઉજવીશું.

Top Stories Gujarat
ગુજરાત

આજે ગુજરાત સ્થાપના દિવસે ગુજરાતની તમામ વાતોને ફરીથી વાગોળવાનો સમય છે. આપણા ગુજરાતને આપણે ખૂબ માણીએ છીએ પણ કેટલીક વાતો જાણીતી છતાં અજાણી છે. આપણે ગુજરાતની આવી જ વાતો આજે જાણીશું અને ગુજરાતનો જન્મદિવસ ઉજવીશું.

ગુજરાત પૌરાણિક ભૂમિ જે પશ્ચિમે અરબી સમુદ્રથી જોડાયેલી છે. ઉત્તર-પૂર્વના સિમાડા અનુક્રમે રાજસ્‍થાન તથા મધ્‍યપ્રદેશ સાથે જોડાયેલા છે. પશ્ચિમ અને દક્ષિણે દીવ, દમણ, દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલ છે. ગિરનાર પર્વતમાં મળી આવેલા શિલ્પ-સ્‍થાપ્ત્‍યો મૌર્ય સમ્રાટ અશોકના સામ્રાજ્યની ગવાહી પૂરે છે. જેણે શક અને હુણોએ કબ્‍જે કરેલા વિસ્‍તારમાંથી ખદેડી મૂકી ગુજરાત પ્રદેશમાં સામ્રાજ્ય કર્યું હતું. ૯મી સદી દરમિયાન સોલંકી યુગનો ઉદય થયો જેના શાસનકર્તાએ ગુજરાતમાં ગૌરવવંતો ઇતિહાસ બનાવ્‍યો.  ત્‍યારબાદ સુદીર્ધકાળ સુધી મુસ્‍લિમ શાસક અહેમદ પહેલો – જેણે ગુજરાત પર સૌ પ્રથમ સ્‍વતંત્ર મુસ્‍લિમ શાસક તરીકે ઇ.સ. ૧૪૧૯માં અમદાવાદ શાસનની ધૂરા સંભાળી. ઇ.સ. ૧૫૭૦માં સમ્રાટ અકબરે મારવા અને ગુજરાત પ્રાંતની શાસન ધૂરા સંભાળી. ઇ.સ. ૧૮૧૮ માં બ્રિટીશની ઇસ્‍ટ ઇન્‍ડિયા કંપનીએ સૌ પ્રથમ સૂરત ખાતે તેમનો પાયો નાંખ્‍યો અને ટૂંકાગાળામાં સમગ્ર પ્રાંત ઉપર તેણે શાસન જમાવ્યું.

સમયાંતરે ગુજરાતનો કારોબાર વિવિધ રજવાડાંઓના હાથમાં હતો. ઇ.સ. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્‍યારથી લઇ ૧ મે, ૧૯૬૦ સુધી સૌરાષ્‍ટ્ર સિવાયનો સમગ્ર ગુજરાત પ્રદેશ મુંબઇ રાજ્ય હસ્‍તક હતો. બાદમાં મહારાષ્‍ટ્ર રાજ્યમાં મુંબઇ સમાવી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો મળ્યો. ગુજરાતના સ્થાપના કાળથી રાજધાની અમદાવાદ બની હતી. સન ૧૯૭૦માં ગાંધીનગરનું નિર્માણ કરી રાજ્યની રાજધાની ગાંધીનગર લઇ જવામાં આવી. ભૌગોલિક તેમજ વ્‍યૂહાત્‍મક સ્‍થાન ધરાવતા ગુજરાતમાં વૈવિધતામાં બેજોડ છે. ગુજરાતનું ખમીર અને તેની સમૃદ્ધ સાંસ્‍કૃતિક વિરાસત તેના દરેક શહેરો અને સ્‍થળોના સ્થાપ્ત્ય કળા, સંગીત, સાહિત્‍ય, પ્રાદેશિક રીતરિવાજો, રાંધણકળા, મેળાની ઉજવણી અને તહેવારોની આસ્થામાં જોવા મળે છે.

ગાંધીનગર ગુજરાત રાજ્યની રાજધાની છે. રાષ્‍ટ્રપિતા પૂ. ગાંધીજીના નામ સાથે જોડાયેલું ગાંધીનગર રાજ્યના મુખ્‍ય શહેર અમદાવાદથી ૩૨ કિ.મી. ના અંતરે આવેલું છે. દેશના શ્રેષ્‍ઠ અને હરિયાળા શહેરોની ગણતરીમાં તે ગૌરવવંતુ સ્‍થાન ધરાવે છે. રાજ્યમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ મુખ્‍ય શહેરો છે. જે તેમના સ્‍થાન, રીતરિવાજો, ઇતિહાસ, સ્‍થાપત્‍યો, સંસ્‍કૃતિ અને વિચારસરણી સાથે વિપુલ સંપત્તિ, સૌંદર્ય અને સુખસગવડ અને ત્યાંની જીવનશૈલીને પ્રતિબિંબિત કરે છે. અહીંનું સામાજીક જીવન, વિવિધ સ્થાનિય ભાષ-બોલી, રિત-રીવાજો, તહેવારો, ઉત્‍સવો, પહેરવેશ, ખાણીપાણીનાં રિવાજો અને ગુજરાતના વિવિધ પ્રાંતોમાં રહેતા લોકોના રહેઠાણોની તેના વૈવિધતા સભર વારસાને ઉજાગર કરે છે.. ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે. ગુજરાતમાં સ્‍વભાવે માયાળુ, ખંતીલી પ્રકૃતિ અને મહેનતકશ ગુજરાતી લોકો શહેરો, ગામડાંઓ અને નાના કસબામાં રહી તેની આર્થિક ઉપાર્જન પ્રવૃતિ કરે છે, ગુજરાતના ઉદ્યોગપતિઓ તેમજ કસબીઓએ પોતાના ધંધા-વ્‍યવસાયનો વ્‍યાપ ગુજરાતમાં અને પરપ્રાંતની સાથે સાથે દેશના સીમાડા ઓળંગી સમુદ્રપારના દેશોમાં પણ વિકસાવ્‍યો છે.

ભાષા આપણી લાગણીને જીવંત રાખતું પરિબળ છે. ગુજરાતની મુખ્‍ય ભાષા ગુજરાતી છે. અંગ્રેજી ભાષાને વ્‍યવસાયી સ્‍તરે સ્‍વીકારેલી છે. ઉપરાંત ગુજરાતમાં ‘બાર ગાઉએ બોલી બદલાય’ તે ઉક્તિને પ્રમાણ માની ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્‍ટ્ર કચ્‍છ તેમજ મધ્‍ય ગુજરાતમાં ગુજરાતી ભાષાની બોલી ધર્મ-જ્ઞાતિ-રિવાજ મુજબ બોલાય છે. સૌરાષ્‍ટ્ર – કચ્‍છમાં કાઠિયાવાડી અથવા કચ્‍છી બોલી બોલાય છે. તેવી રીતે મધ્‍ય ગુજરાતમાં ચરોતરી બોલી બોલાય છે. અને ગુજરાતમાં રહેલી વિવિધતા જ આજે ગુજરાતની ઓળખ બની છે.

આ પણ વાંચો :ગુજરાતને અલગ રાજ્ય નો દરજ્જો અપાવવા ઇન્દુચાચાએ ચલાવી હતી મહાગુજરાત ચળવળ,જાણો ઇતિહાસ