ગાંધીનગર/ કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગિફ્ટ સીટીમાં દેશના પ્રથમ IFSCના વિકાસ મુદ્દે કરી ગહન ચર્ચા

ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે.

Gujarat
Untitled 282 27 કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને ગિફ્ટ સીટીમાં દેશના પ્રથમ IFSCના વિકાસ મુદ્દે કરી ગહન ચર્ચા

કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારમન ગુજરાતની મુલાકાતે છે. આજે નિર્મલા નિર્મલા સીતારમણ ગાંધીનગર ગિફ્ટ સિટીની મુલાકાત લીધી હતી .નિર્મલા સીતારમને ગિફ્ટ સિટીને લઈને નાણા વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા પણ કરી . દેશના પ્રથમ એવા આઈએફએસસીના વિકાસ અને વૃદ્ધિના મુદ્દાઓ ચર્ચાના કેન્દ્ર સ્થાને રહેશે.કેન્દ્રીય રાજ્ય કક્ષાના નાણાપ્રધાન પંકજ ચૌધરી પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા . આ ઉપરાંત નાણા પ્રધાને જનરલ બજેટમાં જાહેરાત કરી હતી કે, ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે.જેના કારણે દોઢ લાખ કરતા વધારે નોકરીની તક મળશે.આ ઉપરાંત, ગિફ્ટ સિટીના વિકાસ માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો થઇ છે

આ પણ વાંચો ;જમ્મુ-કાશ્મીર / કુલગામમાં સુરક્ષાદળોએ એક આતંકીને માર્યો ઠાર, સમગ્ર વિસ્તારમાં ચલી રહ્યું છે સર્ચ ઓપરેશન

નિર્મલા સીતારમનની ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન આ તમામ મુદ્દાઓને આવરી લેવાય હતા નિર્મલા સીતારમન ગિફ્ટ સિટી મામલે મહત્વની ચર્ચા કરશે. કેન્દ્રીય નાણા વિભાગના સાત અધિકારીઓ સાથે આ મામલે ચર્ચા કરશે. ગિફ્ટ સિટીના વિકાસ સંદર્ભે કરવામાં આ બેઠકમાં ચર્ચાઓ થવાની સંભાવના છે.ગાંધીનગર પાસે બનેલું ગુજરાત ઈન્ટરનેશનલ ફાઈનાન્સ ટેક્સ સિટી ભારતનું સૌ-પ્રથમ સ્માર્ટસિટી છે. ગિફ્ટ સિટી 886 એકરમાં ફેલાયેલું છે અને તેમાં ડોમેસ્ટિક તેમજ સેઝ બંનેનો સમાવેશ થાય છે. હાલ અહીં 9 હજારથી વધુ કર્મચારી કામ કરી રહ્યા છે. અહીં હોટેલ, ક્લબ હાઉસ, એફોર્ડેબલ હાઉસ તેમજ રહેણાંક એકમોનો સમાવેશ કરવામાં ​​​​​​​​​​​​​​​​​​​​​આવ્યો છે. ગિફ્ટ સિટીમાં આવેલો વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પણ અનોખો છે. ગિફ્ટ સિટીના કોઈપણ સંકુલમાં તમે નળમાંથી પીવાનું પાણી લઈ શકો છો. તેનું સમગ્ર સ્ટ્રક્ચર બાઉન્ડ્રી લેસ છે. અર્થાત્ એકપણ ટાવરને કંપાઉન્ડ વોલથી કવર કરવામાં આવ્યું નથી. જમીનના બહેતર ઉપયોગ માટે આ સિસ્ટમ અપનાવવામાં આવી છે.

આ પણ વાંચો ;સ્વચ્છતા સર્વેક્ષણ 2021 / સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત બીજા નંબરે, ઇન્દોર સતત પાંચમાં વર્ષે પ્રથમ ક્રમાંક પર
આ વર્ષે નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદ ભવનમાં મોદી સરકારનું વર્ષ 2021-22નું બજેટ રજૂ કર્યું. જોકે, કોરોના કાળમાં રજૂ કરાયેલાં આ બજેટમાં ગુજરાત માટે ખાસ ખુશખબરી હતી. નિર્મલા સીતારમણે બજેટ ભાષણ દરમિયાન જાહેરાત કરી હતી કે, ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે નવું ફિનટેક પાર્ક બનાવવામાં આવશે. જેના કારણે અંદાજે દોઢ લાખ કરતા વધારે લોકોને નોકરીની તક મળશે. આ ઉપરાંત, ગિફ્ટ સિટીના વિકાસ માટે સરકાર દ્વારા અનેક જાહેરાતો થઇ છે. ત્યારે કેન્દ્રીય મંત્રીની ગિફ્ટ સિટીની મુલાકાત દરમિયાન આ તમામ મુદ્દાઓને આવરી લેવાય તેવી સંભાવનાઓ દેખાઇ રહી છે.