Rajkot News : જનતાના હક્ક અને અધિકાર માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યભરમાં યોજાઈ રહેલી “જન આક્રોશ સભા” અંતર્ગત આજરોજ રાજકોટ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની અઘ્યક્ષતામાં ભવ્ય જનસભા યોજાઈ
સ્થાનિક પ્રશ્નો અંગે પણ રાજકોટની જનતાએ તીવ્ર આક્રોશ વ્યક્ત કર્યો. શહેરમાં પાણીની સમસ્યા, રોડ-રસ્તા, ડ્રેનેજના કામ, ટ્રાફિક સમસ્યાઓ, ઉદ્યોગોમાં રોજગારના અવસરનો અભાવ, અને તંત્રમાં વ્યાપક ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓએ લોકોમાં ભારે અસંતોષ ફેલાવ્યો છે.
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસનિકે જણાવ્યું કે રાજ્યમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે રાજકોટ જેવા શહેરમાં ધોળા દિવસે હત્યાઓ થઈ રહી છે નશીલા પદાર્થોનું સેવન વધ્યું છે વધુમાં રાજ્યમાં તમામ કામ સત્તાધીશો કમિશન વિના કરતા નથી તદુપરાંત ગુજરાતમાં કુપોષિત બાળકો 1 વર્ષમાં મૃત્યુ પામી રહ્યા છે આપણા બાળકોને ભોજનથી વંચિત રહેવું પડે છે મહિલાઓમાં કુપોષણ વધ્યું છે અને આ બધા માટે ગુજરાત સરકાર જવાબદાર છે વધુમાં 31મી ઓક્ટોબર સરદાર પટેલની 150મી જન્મજયંતિ છે ત્યારે દેશ માટે સરદાર પટેલે કરેલા યોગદાનને પણ યાદ કર્યા અને કહ્યું કે કોંગ્રેસ સમગ્ર દેશમાં સરદાર પટેલની 150મી જન્મજયંતિ ધુમધામથી ઉજવશે
પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે સત્તામાં બેઠેલા ભાજપના મળતીયાઓના કારણે રાજકોટના TRP ગેમઝોન અગ્નિકાંડમાં 30 જેટલા નિર્દોષ લોકો, જેમાં નાના બાળકો પણ હતા, અગ્નિમાં બળીને ખાખ થઈ ગયા શરીરના અવશેષ સુધી ન મળ્યા. આખા દેશે માગણી કરી કે દોષિતોને કડક સજા મળે, પરંતુ ભાજપના સત્તાધીશો અને એમના મળતીયાઓના કારણે આજ સુધી કોઈને સજા થઈ નથી અને તમામ લોકો જેલની બહાર ફરે છે.જ્યારે કોંગ્રેસે ન્યાય માટે આંદોલન કર્યું ત્યારે રાજકોટની જનતાએ સ્વયંભૂ બંધ પાળીને માનવતા અને ન્યાયનો સંદેશ આપ્યો હતો.
એ સમયે ભાજપના નેતાઓ મોટી વાતો કરતા હતા સહાનુભૂતિ બતાવતા હતા પણ પણ આજે મુખ્ય આરોપીઓ ખુલ્લેઆમ ફરે છે આજે માસૂમ લોકોનો આત્મા ઉપરથી રડી રહ્યો હશે કારણ કે એમણે શાસકો પાસે ગુજરાતની ભાજપ સરકાર પાસે અને દિલ્લીમાં બેઠેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પાસે આશા રાખી હતી કે ગુનેગારોને શિક્ષા કરશે પણ આજે એ આત્માઓ પણ રડતી હશે કે આ લોકો કોઈના થાય એમ નથી.
વધુમાં આજે અમે રાજકોટમાં કેટલાક બિલ્ડરોને મળ્યા એમણે કહ્યું કે કોંગ્રેસના સમયમાં સરળતાથી કામ થતું હતું પરંતુ હવે કોઈ કાર્યક્રમ હોય, ઉત્સવ હોય, તાયફ હોય કે ચૂંટણી હોય ભજપવાળા દાદાગીરીથી પૈસા લઈ જાય છે અને જ્યાં સુધી કમિશન કમલમ સુધી ન જાય ત્યાં સુધી ફાઇલ પર સાઇન ન થાય કોઈનું ટેન્ડર પણ મંજુર ન થાય આવા લોકોના શાસનમાં પછી ખાડાઓ ન પડે તો બીજું શું થાય
વધુમાં તાજેતરમાં 50 ટકા મંત્રીઓને ઘર ભેગા કરવામાં આવ્યા છેલ્લા અઢી વર્ષથી અમે પુરાવા સાથે મનરેગામાં મંત્રી બચુભાઈ ખાબડે કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની વાત કરતા હતા એ સિવાય મંત્રીઓના પરિજનો અને ખુદ મંત્રીઓ ગેરકાયદેસર હથિયારના લાયસન્સ, BZ કૌભાંડ અને GIDC કૌભાંડ જેવા અન્ય કૌભાંડોમાં સંડોવાયેલા હતા છતાં અઢી વર્ષ સુધી ચલાવ્યા હવે ઘરભેગા કર્યા ત્યારે સવાલ છે કે જો તમારી ટિમ ભ્રષ્ટાચારી હતી તમારી ટિમ ફેલ હતી ટીમને ઘર ભેગી કરી તો કેપટન ક્યારે ઘરભેગા થવાના છે ? મને લાગે છે એક બે મહિના બાદ બિહારની ચૂંટણી પતે એટલે કેપટન બહાનું કાઢશે મારી તબિયત હવે બગડી છે અને ધીમે રહીએ કેપ્ટનને પણ ઘરભેગા કરશે
જમીની નેતા સમાજ સાથે જોડાયેલા જયેશ રાદડિયા જેવા નેતાઓને ભાજપમાં પ્રમોશન ન મળે પણ જેના રાજમાં દારૂ જુગાર વધ્યા હોય, બેન દીકરીઓ સલામત ન હોય, ખુલ્લેઆમ લુખ્ખાગીરી, ગુંડાગીરી, બળાત્કાર વધ્યા હોય, ખંડણી અપહરણ વધ્યા હોય એ વિભાગના મંત્રી હર્ષ સંઘવીનું પ્રમોશન થઈ જાય અને જમીન સાથે જોડાયેલા નેતાનું ન થાય કારણ કે આ સરકારમાં દિલ્લીના રિમોટથી ચાલે એવા લોકો જ મંત્રી બને પ્રજામાં ચાલે એવા કોઈ મંત્રી નથી અને રાજકોટને તો ગણનામાં પણ ન લીધું
CLP લીડર ડૉ. તુષાર ચૌધરીએ કહ્યું કે ભાજપ કઈ રીતે વોટચોરી કરી સત્તા મેળવે એનો ખુલાસો રાહુલજી કર્યો રાહુલજી દ્વારા ડિજિટલ મતદારયાદી માંગણી કરવામાં આવી તો એ પણ ન આપવામાં આવી વધુમાં ચૂંટણી દરમ્યાન દર 2 કલાકે મતદાનના આંકડા આપવામાં આવે અને સાંજે સરેરાશ મતદાનનો આંકડો આવે પણ બીજા દિવસે ફરી નવો આંકડો આવે એમાં મતદાનની ટકાવારી વધી જાય રાહુલજીએ કહ્યું આ કઈ રીતે થયું કયા બુથ પર આટલી ભીડ હતી CCTV આપો પણ ચૂંટણીપંચે ન આપ્યા કારણ કે ચોરી પકડાઈ જાય
વધુમાં 1986-87 દુકાળમાં રાજકોટ સીટી ખાલી કરવું પડે એવી હાલત હતી અમરસિંહ ભાઈ મુખ્યમંત્રી હતા એમણે ટ્રેનથી પાણી મોકલ્યું હતું પણ રાજકોટ ખાલી થવા દીધું નહોતું આ વખતે કોર્પોરેશનમાં વોટ આપો પાણીની સમસ્યા સમાપ્ત કરવાનું હું વચન આપું છું.
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી મુકુલ વાસનીક, CLP લીડર ડૉ. તુષારભાઈ ચૌધરી, સૌરાષ્ટ્ર પ્રભારી ભુપેન્દ્ર મારાવી, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજદીપસિંહભાઈ, યુથ કોંગ્રેસ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, NSUI પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત વરિષ્ઠ નેતાઓ, જિલ્લા, તાલુકા પ્રમુખો, અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ પણ વાંચો: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ત્રિપલ અકસ્માત, ટ્રક અને કારની ટક્કરમાં ત્રણના મોત
આ પણ વાંચો: અરબસાગરમાં ડિપ્રેશન સક્રિય થતાં આજે રાજ્યના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી
આ પણ વાંચો: આગામી 48 કલાક સૌરાષ્ટ્ર પર ભારેઃ અંબાલાલ પટેલની આગાહી

