Loksabha Election 2024/ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતના આ ઉમેદવાર પાસે છે કેન્દ્રીય પ્રધાન કરતાં વધુ સંપત્તિ

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કુલ 94 બેઠકો માટે 1,352 ઉમેદવારો મેદાનમાં છે. તેમા ગુજરાતની 25 બેઠક માટે 266 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતના બધા ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ હોય તો તે જામનગર બેઠક પરના ઉમેદવાર પૂનમ માડમની 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે.

Gujarat Ahmedabad Breaking News
Beginners guide to 2024 04 29T165236.149 લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં ગુજરાતના આ ઉમેદવાર પાસે છે કેન્દ્રીય પ્રધાન કરતાં વધુ સંપત્તિ

અમદાવાદઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં કુલ 94 બેઠકો માટે 1,352 ઉમેદવારો મેદાનમાં છે. તેમા ગુજરાતની 25 બેઠક માટે 266 ઉમેદવારો મેદાનમાં છે. ગુજરાતના બધા ઉમેદવારોમાં સૌથી વધુ સંપત્તિ હોય તો તે જામનગર બેઠક પરના ઉમેદવાર પૂનમ માડમની 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેની સાથે તેમના પર 53 કરોડનું જંગી દેવું પણ છે. જ્યારે અમિત શાહની સંપત્તિ 65 કરોડ અને સીઆર પાટિલની સંપત્તિ 39 કરોડ છે.

ગુજરાતમાં લોકસભાના ચૂંટણીના કુલ 266 ઉમેદવારોમાંથી 68 ઉમેદવાર કરોડપતિ છે.તેમા જામનગરના પૂનમ માડમ પાસે 147 કરોડ રૂપિયાની સંપત્તિ છે. તેઓ 147 કરોડની સંપત્તિ સાથે ત્રીજા તબક્કાની ચૂંટણીના કુલ 1,352 ઉમેદવારોમાં દસમાં સ્થાને છે. જ્યારે ભાજપની ગોવાની ઉંમેદવાર પલ્લવી ડેમ્પો 1,361 કરોડ સાથે ટોચના સ્થાને છે. ભાજપના માધવરાવ સિંધિયા 424 કરોડની સંપત્તિ સાથે બીજા સ્થાને છે. જ્યારે મહારાષ્ટ્રના છત્રપતિ શાહુ સંભાજી 342 કરોડ રૂપિયા સાથે ત્રીજા સ્થાને છે.

ત્રીજા તબક્કાના આમ કુલ 1,352 ઉમેદવારોની સરેરાશ સંપત્તિ પાંચ કરોડ હતી. જ્યારે 650 અપક્ષ ઉમેદવારોની સરેરાશ સંપત્તિ એક કરોડ હતી. આશ્ચર્યની વાત તો એ છે કે કુલ 1,352 ઉમેદવારોમાં મહિલા ઉમેદવારો ફક્ત 123 છે અને પુરુષ ઉમેદવારો 1229 છે.

1,352 ઉમેદવારોમાંથી 712 ઉમેદવાર સ્નાતક સુદ્ધા નથી

આ ઉપરાંત કુલ 1,352 ઉમેદવારોમાં અભણ ઉમેદવારો 19, સાક્ષર ઉમેદવારો 56, પાંચમુ પાસ 71, આઠમું પાસ, 131, દસમું પાસ 206, બારમી પાસ 231, સ્નાતક, 219, સ્નાતક પ્રોફેશનલ 143, અનુસ્નાતક 208,ડોક્ટરેટની ડિગ્રી ધરાવતા 21 અને ડિપ્લોમાની ડિગ્રી ધરાવતા 44 ઉમેદવારો છે. આમ કુલ 1352 ઉમેદવારોમાંથી 712 ઉમેદવાર સ્નાતક સુદ્ધા પણ નથી.

સૌથી ઓછી સંપત્તિવાળા દસ ઉમેદવારમાં જોઈએ તો મહારાષ્ટ્રના કોલ્હાપુરના ઇરફાન અબુતાલિપ ચાંદ પાસે ફક્ત 100 રૂપિયા, ગુજરાતના બારડોલી (એસટી)ના ઉમેદવાર રેખાબેન ચૌધરી પાસે માંડ બે હજાર રૂપિયા, મહારાષ્ટ્રના હટકાનનગંલેના ઉમેદવાર મનોહર સાતપુળેની સંપત્તિ બે હજાર, કર્ણાટકના બિડરના ગોપાલ ગરમાપલ્લીની સંપત્તિ ચાર હજાર, મહારાષ્ટ્રના માધા ખાતેના આલોક વાઘમારેની સંપત્તિ છ હજાર, રાજકુમાર સાહુની બિલાસપુરની સંપત્તિ 9,600 કરોડ રૂપિયા, કર્ણાટકના રુકમણિની સંપત્તિ 10,000 રૂપિયા, છત્તીસગઢના જાંઝગીર-ચંપા ક્ષેત્રના જગજીવનરામ સતનામીની સંપત્તિ દસ હજાર રૂપિયા, ગુજરાતના વડોદરાના નિલેશ વસઈકરના સંપત્તિ 12,841 રૂપિયા, ઉત્તરપ્રદેશના આંબેડકરી હસનુરામ આંબેડકરીની સંપત્તિ 12,693 રૂપિયા માંડ હોવાનો અંદાજ છે. લોકસભા ચૂંટણી લડતા આ સભ્યોની ઓછામાં ઓછી સંપત્તિ ધરાવતા દસ ઉમેદવારો છે.

ગુજરાતના કુલ 266 ઉમેદવારો પૈકી 36 ઉમેદવારો સામે જ ફોજદારી કેસો છે. આ બતાવે છે કે ગુજરાતના માંડ 14 ટકા ઉમેદવારો સામે ફોજદારી કેસો છે. જ્યારે આઠ ટકા સામે ગંભીર કેસો છે. ભાજપના 26માંથી ચાર ઉમેદવારો સામે ગંભીર કેસો નોંધાયેલા છે. તેમાથી બે સામે ગંભીર ગુના નોંધાયેલા છે. કોંગ્રેસના 23 પૈકી પાંચ સામે ફોજદારી કેસ નોંધાયેલા છે. તેમા બે સામે ગંભીર કેસ છે.   દેશના કુલ 1,352 ઉમેદવારોમાંથી 18 ટકા સામે 244 કેસ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વંદે ભારત ટ્રેનના દરવાજા જ સુરત સ્ટેશને ન ખૂલ્યા, મેન્યુઅલી ખોલવા પડ્યા

આ પણ વાંચો:છોટાઉદેપુરમાં દૂધ સંજીવનીનાં દૂધના પાઉચ જાહેરમાં ફેંકી દેવાયા, વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાહુલના રાજામહારાજાના નિવેદન પર ભાજપનો વળતો પ્રહાર

આ પણ વાંચો:ભાજપના આકરા તેવર, રાજકોટ જિલ્લામાં વિંછીયાના ઇનચાર્જ ભુપત પડાણીને કર્યા સસ્પેન્ડ