Not Set/ અમદાવાદ એરપોર્ટ પરથી 47 લાખનું સોનું ઝપ્ત કરવામાં આવ્યું

અમદાવાદ એર પોર્ટ પરથી ફરી આજે સોનું ઝડપવામા આવ્યું છે. અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એર પોર્ટ પરથી એર ઇન્ટેલીઝન્સ ફોર્સ દ્રારા દુબઇથી આપવા મુસાફર પાસેથી સોનું ઝડપી પાડવામા આવ્યું છે. એર ઇન્ટેલીઝન્સ ફોર્સ દ્રારા ઝડપી પાડવામા આવેલ સોનાંની કિંમત લગભગ 47 લાખ આંકવામા આવી રહી છે. દુબઇથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આવેલા મુસાફર દ્રારા સોનું મિક્સચર […]

Ahmedabad Gujarat
sonu1 અમદાવાદ એરપોર્ટ પરથી 47 લાખનું સોનું ઝપ્ત કરવામાં આવ્યું

અમદાવાદ એર પોર્ટ પરથી ફરી આજે સોનું ઝડપવામા આવ્યું છે. અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એર પોર્ટ પરથી એર ઇન્ટેલીઝન્સ ફોર્સ દ્રારા દુબઇથી આપવા મુસાફર પાસેથી સોનું ઝડપી પાડવામા આવ્યું છે. એર ઇન્ટેલીઝન્સ ફોર્સ દ્રારા ઝડપી પાડવામા આવેલ સોનાંની કિંમત લગભગ 47 લાખ આંકવામા આવી રહી છે.

દુબઇથી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં આવેલા મુસાફર દ્રારા સોનું મિક્સચર જ્યુસરમાં છુપાવીને લાવવામાં આવી રહ્યું હતું. મિક્સચર જ્યુસરની કટ્ટર પ્લેટ તરીકે લાવવામાં આવેલ સોનું એર ઇન્ટેલીઝન્સ ફોર્સની નજરે ચડી જતા સોનાની તસ્કરીનો સમગ્ર ભાંડો ફૂટી જવા પામ્યો હતો.

sonu અમદાવાદ એરપોર્ટ પરથી 47 લાખનું સોનું ઝપ્ત કરવામાં આવ્યું

કાલે પણ ઝડપાયું હતું 24 કિલો સોનું

આપને જણાવી દઇએ કે અમદાવાદનાં સરદાર વલ્લભભાઇ પટેસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની તસ્કરીના કિસ્સામાં ઉતરો ઉતર વધારો જોવા મળી રહ્યો છે. ગઇ કાલે પણ એર ઇન્ટેલીઝન્સ ફોર્સ દ્રારા અમદાવાદ એરપોર્ટ પરથી લાખો રૂપીયાની કિંમતનું 24 કિલો સોનું ઝડપી પાડવામા આવ્યું હતું. તો આજે ફરી લોખો રૂપીયાની સોનાની તસ્કરીની નાકામ કોશિશ એર ઇન્ટેલીઝન્સ ફોર્સ દ્રારા નાકામ કરી દેવામાં આવી છે.