ગાંધીનગર/ હત્યારા સચિન દિક્ષિતના 14 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર, કોર્ટમાં કાર્યવાહી દરમિયાન આંખમાં આવ્યા આંસુ

ગાંધીનગર કોર્ટમાં હત્યા સચિન દિક્ષિતને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કાનૂની કાર્યવાહી દરમિયાન હત્યારાની આંખમાં આંસુ જોવા મળ્યા હતા…

Top Stories Gujarat Others
રિમાન્ડ મંજૂર

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં માસુમ શિવાંશના માતા-પિતાને શોધવા ગાંધીનગર પોલીસે આખરે જમીન આસમાન એક કરીને એક જ દિવસમાં બાળકના માતા-પિતાને તો શોધી નાખ્યા, પણ આ ઘટના પાછળ હત્યાની ઘટનાનો એટલો મોટો ખુલાસો થયો છે એ જે જાણીને સૌ કોઈનું કાળજું કંપાવી દે. શિવાંશના પિતા સચિન દીક્ષિત છે, પણ શિવાંશ સચિન દીક્ષિત અને તેની પત્ની આરાધનાનો પુત્ર નથી પણ શિવાંશ સચિન અને તેની મહેંદીનો પુત્ર છે. નિર્દયી સચિને શિવાંશને તરછોડ્યો, પણ એ પહેલા તેની પ્રેમિકા મહેંદીની હત્યા કરી નાખી હતી. હવે આ કેસમાં  શિવાંશને મા વિનાનો કરનારા આરોપી સચિન દીક્ષિને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જયાં તેને 14  તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો :સચિન દીક્ષિતને 12 વાગ્યે કોર્ટમાં લઇ જવામાં આવશે

ગાંધીનગર કોર્ટમાં હત્યા સચિન દિક્ષિતને રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટમાં કાનૂની કાર્યવાહી દરમિયાન હત્યારાની આંખમાં આંસુ જોવા મળ્યા હતા. સચિન દીક્ષિત વડોદરાથી બાળકને લઈને આરોપી ક્યાં રૂટ ગાંધીનગર લાવ્યો તે દિશામાં તપાસ કરવા માટે રીમાન્ડની માંગણી કરવામાં આવી છે.

ગુનો આચારીને આરોપીએ સૌથી પહેલા કોને જાણ કરી તે તપાસ બાકી છે. કોર્ટમાં આઈઓ દ્વારા રિમાન્ડ માટે દલીલ કરી હતી. ગુનો આચરવા માટે કોઈની મદદગારી છે કે કેમ તે તપાસની જરૂરિયાત છે. પોલીસ દ્વારા 14 દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે. ત્યારે કોર્ટ દ્વારા 3 દિવસના રિમાન્ડને મંજૂરી આપવામાં આવી હતી. એટલે કે સચિન 14 તારીખ સુધી રિમાન્ડ પર રહેશે.

આ પણ વાંચો : 100 વર્ષ જૂની દરગાહમાં હલનચલનથી સ્થાનિકોમાં કુતૂહલ

પોલીસે જણાવ્યું કે, આ કેસમાં કેટલીક તપાસ બાકી છે. જેથી આરોપીના રિમાન્ડ જરૂરી છે. સચિન વારંવાર નિવેદન બદલી રહ્યો છે. ગુનામાં CCTV પણ કબ્જે કરવાના છે. બે મોબાઇલ કબ્જે કરવાના બાકી છે. આરોપીને કોણે મદદ કરી તે જાણવું જરૂરી છે. આ કેસમાં અન્ય કોઈની સંડોવણી પણ હોઈ શકે છે અને આરોપી તપાસમાં સહકાર આપતો નથી.

રાજસ્થાનમાં તેને કોણે આશરો આપ્યો તે જાણવા રાજસ્થાન જવું જરૂરી છે. ગુનો કર્યા બાદ આરોપી સચિન કોને મળ્યો તે દિશામાં તપાસ બાકી છે. તો બીજી તરફ આરોપીના વકીલે જણાવ્યું કે, 14 દિવસના રિમાન્ડ વ્યાજબી નથી. પોલીસે એફઆઈઆર નંબર પણ લખ્યો નથી. આરોપી પક્ષના વકીલે રીમાન્ડ અરજી નામંજૂર કરવા કોર્ટને વિનંતી કરી હતી.

શિવાંશની માતા મહેંદીની હત્યા મામલે ખુલાસો થયા બાદ પોલીસ વડોદરા સ્થિત આરોપી સચિન દિક્ષિતના ઘરે પહોંચી જ્યાં મહેંદીની ડેડબોડીનો કબ્જો લેવામાં આવ્યો હતો જેમાં આરોપીએ હત્યા બાદ મૃતદેહ પેક કરીને રસોડામાં મુકી દીધો હતો. સચિન મહેંદી સાથે વર્ષ 2018માં સંપર્કમાં આવ્યો હતો જ્યારે શિવાંશનો જન્મ 2020માં થયો હતો. મહત્વનું છે કે સચિનને સાથે રાખવા બાબતે મહેંદી સાથે ઝઘડજો થતા સચિને ગળે ટુંપો દઈને હત્યા નિપજાવી દીધી હતી, જેની સચિનની પૂર્વ પત્નીને જાણ સુધ્ધા પણ ન હતી. જો કે પોલીસ તપાસમાં સચિનનો કોઈ ગુનાહિત ઈતિહાસ નહીં હોવાનું સામે આવ્યું છે.

બાળકના ભવિષ્યને લઈને અનેક સવાલ 

જો કે હવે બાળકના ભવિષ્યને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે ત્યારે ગૃહ વિભાગના રાજ્યમંત્રી  હર્ષ સંઘવી એ સુરતમાં પોતાની જન આશિર્વાદ યાત્રા દરમિયાન તરછોડાયેલા બાળકના ભવિષ્યને લઈને મોટું નિવેદન આપતા કહ્યું કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ આખો ભેદ ખોલી નાખ્યો છે.આરોપીએ જ તેની પ્રેમિકાની હત્યા કરી છે.આવા સંજોગોમાં બાળકનું ભવિષ્ય એ સરકારની જવાબદારી બને છે. જો પિતા કે તેનો પરિવાર શિવાંશને સાચવી કે દેખભાળ નહિ કરી શકે તો સરકાર બાળકના ભવિષ્ય અંગે તમામ પગલાં લેશે.

આ પણ વાંચો :આ કારણોસર તરછોડ્યું હતું બાળક, સચિનની પત્નીનું બાળક નથી તો કોનું હશે આ બાળક

સંઘવીએ એમ પણ ઉમેર્યું કે, આખું ગુજરાત શિવાંશને સ્વીકારવા તૈયાર છે. ગુજરાત પોલીસે સૌથી પહેલા આ બાળકના પિતાને શોધ્યો છે.અને 24 કલાકમાં જ પોલીસ તમામ કડીઓ સુધી પહોચી ગઈ છે. આરોપો સચિને જ પ્રેમિકા હીનાની હત્યા કરી છે.અને પોલીસે સઘળા ભેદ-ભરમ પરથી પરદો ઊંચકી દીધો છે.

શું છે સમગ્ર મામલો?

2 દિવસ અગાઉ મોડી રાતે ગાંધીનગરના પેથાપુર ખાતે આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતેથી એક બાળક મળી આવતા ચકચાર મચી હતી. પોલીસને આ મામલાની જાણ થયાં બાદ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિક કોર્પોરેટર દિપ્તી બેન દ્વારા બાળકની સાર સંભાળ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવી રહી છે. આ ઘટના ક્રમ દરમિયાન ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પોતાના તમામ કાર્યક્રમો અટકાવીને બાળકને મળવા પહોંચ્યા હતા અને પોલીસની 7 ટીમો દ્વારા માતા-પિતાની શોધખોળ હાથ ધરાઈ રહી હોવાનું નિવેદન આપ્યું હતું,

આ તપાસના 24 કલાકમાં જ ગુજરાત પોલીસની મહેનત રંગ લાવી અને બાળકના પિતા ગાંધીનગર સ્થિત સેક્ટર 26માં રહેતા હોવાનું સામે આવ્યું અને કાર પણ મળી આવી હતી. જો કે, પોલીસે વધુ તપાસ હાથ ધરતા પડોશીએ બાળક સચિન દિક્ષીતનું નહીં હોવાનું કહેતા મામલો વધુ સંદિગ્ધ બન્યો હતો. અંતે પોલીસે બાળકના પિતાની ધરપકડ કરીને પૂછપરછ કરતા પ્રેમ સંબંધમાં બાળક થયું હોવાનું સામે આવ્યું હતું. અંતે દિક્ષીતે પ્રેમિકાની હત્યા થઈ હોવાનું ખુલવા પામ્યું હતું.

આ પણ વાંચો :શિવાંશની માતાનું મૂળ વડોદરામાં, કંપનીમાં પિતા સચિન સાથે કામ કરતી હોવાની શંકા