Not Set/ ઓટો ક્ષેત્રનાં પ્રતિનિધિઓએ નાંણા મંત્રી સિતારામન સાથેની યોજી બેઠક

ભારતમાં આમતો ઓટો સેક્ટરને ઉભરતા માર્કેટ તરીકે જોવામાં આવે છે. પરંંતુ છેલ્લા કેટલાક સમયથી અને સરકાર દ્વારા લેવામાં આવેલા સુધારાવાદી પગલાને કારણે તમામ ક્ષેત્રોમાં મંદીનો અહેસાસ થઇ રહ્યો છે. અને ક નાન-મોટા ઉદ્યોગો ટકી રહેવા મથી રહ્યા છે, ત્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ માર્કેટ અને ખાસ કરીને લઝ્યુરીયસ પ્રોડક્યમાં ડિમાન્ડ ઇન્ડેક્સ ડાઉન ફોલ પર જઇ રહ્યો છે. […]

Top Stories Tech & Auto
siyam NS ઓટો ક્ષેત્રનાં પ્રતિનિધિઓએ નાંણા મંત્રી સિતારામન સાથેની યોજી બેઠક

ભારતમાં આમતો ઓટો સેક્ટરને ઉભરતા માર્કેટ તરીકે જોવામાં આવે છે. પરંંતુ છેલ્લા કેટલાક સમયથી અને સરકાર દ્વારા લેવામાં આવેલા સુધારાવાદી પગલાને કારણે તમામ ક્ષેત્રોમાં મંદીનો અહેસાસ થઇ રહ્યો છે. અને ક નાન-મોટા ઉદ્યોગો ટકી રહેવા મથી રહ્યા છે, ત્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ માર્કેટ અને ખાસ કરીને લઝ્યુરીયસ પ્રોડક્યમાં ડિમાન્ડ ઇન્ડેક્સ ડાઉન ફોલ પર જઇ રહ્યો છે. લોકોની ખરીદ શક્તિમાં નોંધવામાં આવી રહેલો ઘટાડો આ માટેનું મોટું કારણ માનવામાં આવી રહ્યું છે અને આને કારણે જ મંદીનો માહોલ સર્જાયો હોવાનું કથીત છે.

siyam NS1 ઓટો ક્ષેત્રનાં પ્રતિનિધિઓએ નાંણા મંત્રી સિતારામન સાથેની યોજી બેઠક

 

ઓટો ક્ષેત્રમાં મંદીને લઇને ઓટો ક્ષેત્રના પ્રતિનિધિઓએ નાણા મંત્રી નિર્મલા સિતારામન સાથેની બેઠક યોજી હતી. ઓટો ક્ષેત્રના પ્રતિનિધિઓ દ્વારા સરકારને મંદી માટે જવાબદાર પણ ગણાવવામાં આવી રહી છે. ઓટો ઈન્ડસ્ટ્રીઝ લોબી સિયામ (સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈસલ મેન્યુફેક્ચરર્સ)એ જણાવ્યું કે, પેટ્રોલ અને ડિઝલ વાહનોની રજિસ્ટ્રેશન ફીમાં વધારાનો પ્રસ્તાવ પણ ઈન્ડસ્ટ્રીમાં મંદીનું મોટું કારણ છે. ઓટો સેક્ટર છેલ્લા 18 વર્ષની સૌથી મોટી મંદીના દોરમાંથી પસાર થઈ રહ્યું છે.

consumers ઓટો ક્ષેત્રનાં પ્રતિનિધિઓએ નાંણા મંત્રી સિતારામન સાથેની યોજી બેઠક

સિયામ અને નાંણામંત્રીની આ બેઠક બાદ ક્ષેત્રનાં માધાંતાઓ દ્વારા સરકાર આ ક્ષેત્ર માટે કોઇ કરેક્ટીવ પગલા લઇ, ક્ષેત્રને સ્ટેબલ કરવામાં મદદગાર થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. તો સરકાર તરફે પણ આવું જ વલણ દેખાડવામાં આવી રહ્યું છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.