Chanda Kochhar granted bail/ બોમ્બે હાઈકોર્ટે ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના પતિને આપ્યા જામીન

ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના બિઝનેસમેન-પતિ દીપક કોચરને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરતા કોર્ટે જામીનનો હુકમ કર્યો છે

Top Stories India
Chanda Kochhar granted bail

Chanda Kochhar granted bail:   ICICI બેંકના ભૂતપૂર્વ CEO ચંદા કોચર અને તેમના બિઝનેસમેન-પતિ દીપક કોચરને બોમ્બે હાઈકોર્ટે જામીન આપ્યા છે. ધરપકડને પડકારતી અરજી પર સુનાવણી કરતા કોર્ટે જામીનનો હુકમ કર્યો છે. કોર્ટે કહ્યું કે ‘તેમની ધરપકડ કાયદા અનુસાર કરવામાં આવી નથી. સ્પષ્ટ શબ્દોમાં સંભળાવતા કોર્ટે કહ્યું, ‘દંપતીની ધરપકડ CrPCની કલમ 41Aના આદેશ અનુસાર નથી.  હવે સીબીઆઈ આ મામલાને લઈને સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરી શકે છે. વર્ષ 2012માં વિડિયોકોન જૂથને બેંક દ્વારા લોનની છેતરપિંડી કરવાના મામલામાં સીબીઆઈએ 24 ડિસેમ્બરે બંનેને પૂછપરછ માટે બોલાવ્યા હતા. ચંદા કોચર અને દીપક કોચર પર આરોપ લગાવતા સીબીઆઈએ કહ્યું હતું કે બંને પ્રશ્નોના યોગ્ય જવાબ નથી આપી રહ્યા અને સાથે જ તપાસમાં સહકાર પણ નથી આપી રહ્યા. જે બાદ બંનેને કસ્ટડીમાં લેવામાં આવ્યા હતા.

વર્ષ 2012માં ICICI બેંકે વીડિયોકોન ગ્રુપને 3,250 કરોડની લોન આપી હતી. ચંદાના પતિ દીપક કોચરનો તેમાં 50 ટકા હિસ્સો હતો.લોન આપ્યા બાદ  તે એનપીએ થઈ ગઈ અને પછીથી તેને બેંક છેતરપિંડી જાહેર કરવામાં આવી. ચંદા કોચરના પતિ દીપક કોચરની સપ્ટેમ્બર 2020માં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આરોપ છે કે ચંદા કોચરે પતિ દીપકની કંપનીને ફાયદો કરાવ્યો હતો.  તેમના ખુલાસા પછી, તેણે વર્ષ 2018 માં બેંકમાંથી રાજીનામું આપવું પડ્યું હતું

પ્રવાસી ભારતીય દિવસ/આજે પ્રવાસી ભારતીય દિવસ, જાણો આ દિવસનો ઈતિહાસ અને મહત્વ